શનિવાર, ડિસેમ્બર 21, 2024

ઈ-પેપર

શનિવાર, ડિસેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતગોધરાના ગોલ્લવ ગામ નજીક ટેન્કરે ઈકો કારને ટક્કર મારી, ચાર લોકોના મૃત્યુ

ગોધરાના ગોલ્લવ ગામ નજીક ટેન્કરે ઈકો કારને ટક્કર મારી, ચાર લોકોના મૃત્યુ

અમદાવાદ : ગોધરામાં ઇકો ગાડી અને ટેન્કર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકો મૃત્યુ પામ્યા હતાં. આ ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં ઈજાગ્રસ્ત બે ઈસમોને તાત્કાલિક દેવગઢ બારિયા ખાતેની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન બે વ્યક્તિઓના મૃત્યુ થયા હતાં. પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગોધરા તાલુકાના ગોલ્લવ પાસે ઇકો ગાડીમાં સાત લોકો સવાર થઈ જઈ રહ્યા હતા. સામેથી બેફામ આવતા ટેન્કરે ઇકો કાર અડફેટે લીધી હતી. જેથી ગાડીમાં સવાર ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાંથી બે લોકોની હાલત અતિ ગંભીર હોવાના કારણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા દેવગઢ બારીયા ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ત્રણ ઈસમોના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યાં હતા. જ્યારે અન્ય ત્રણ ઈજાગ્રસ્તોને ગોધરા 108 ઍમ્બુલન્સ દ્વારા તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એકનું મૃત્યુ થયું હતું. મૃતકોનો પરિવાર ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રવાના થયો છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર