શનિવાર, ડિસેમ્બર 21, 2024

ઈ-પેપર

શનિવાર, ડિસેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 73 તાલુકામાં વરસાદ, સૌથી વધુ મોડાસામાં 3.46 ઈંચ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 73 તાલુકામાં વરસાદ, સૌથી વધુ મોડાસામાં 3.46 ઈંચ

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 73 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મોડાસામાં 3.46 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારીમાં 2.48 ઈંચ, સંખેડામાં 1.85 ઈંચ, ગારિયાધાર અને શિનોરમાં 1.81 ઈંચ, વલોડમાં 1.49 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે (23મી ઑગસ્ટ) બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 18 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.

આવતીકાલે 24મી ઑગસ્ટે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલવશે. જેમાં દક્ષિણ ગુજરાતના દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, વલસાડ, નવસારી, ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, પાટણ, ગાંધીનગર, મહીસાગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર