ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતઉનાના નાઠેજ ગામે ધમધમતી જુગાર કલબમાંથી 21 જૂગારી ઝડપાયા

ઉનાના નાઠેજ ગામે ધમધમતી જુગાર કલબમાંથી 21 જૂગારી ઝડપાયા

પોલીસે 4.71 લાખની રોકડ કબ્જે કરી : કલબ સંચાલક બેલડીને શોધી કાઢવા તજવીજ હાથ ધરી

(આઝાદ સંદેશ), રાજકોટ : ઉના નજીકના નાઠેજ ગામમાં કેટલાંક સમયથી ચાલતી જૂગાર કલબ ઉપર પોલીસે રેડ કરીને જૂગાર રમતા ર1 શખ્સોને પકડી લીધા હતાં. આ જૂગાર રેડ સમયે જૂગાર અડ્ડો ચલાવનારા બન્ને ફરાર થઈ જતા પોલીસે કલબમાંથી જૂગાર ખેલનારાઓ 21 પાસે 4.71 લાખની રોકડ કબ્જે કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતર મુજબ ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની સૂચનાથી તાલુકામા જુગાર ની પ્રવૃત્તિ બંધ કરવા અને ઊનાના પોલીસ ઇન્સ્પેકટર મહેન્દ્રસિંહ એન. રાણાને બાતમી મળેલ કે ઊના તાલુકાના નાઠેજ ગામે રહેણાક મકાનમા જુગારની કલબ ચાલતીહોય તેથી પી.એસ.આઇ.આર.પી.જાદવ પી.એસ.આઇ એચ. આર. જેબલીયા,એ.એસ.આઇ.જોરુભા મકવાણા, પોલીસ હેડ કોન્સ્ટેબલ નાનજીભાઈ ચારણિયા અને સર્વેલન્સ સ્ટાફ સાથે નાઠેજ ગામે પહોંચી કુંભાર વાડા વિસ્તારમાં આવેલ ઉકા હમીરભાઈ વાઘના મકાનમા જાવિદ ઉર્ફે જોન હબીબ શેખ બહારથી લોકોને બોલાવી રૂપિયા ની હાર જીત નો જુગાર રમાતો હોય તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જૂગાર રમતા હુશેનપૂરી હબીબ શેખ, અનીશ સિકંદર ઝાંખરા,હનીફશા હશનશા બેલીમ,નવાઝ રફીક કાસમાની, સમીર મહમદ હનીફ મકરાણી ,વસીમ અબદ્રેમાન ખોજદા, સુઝલ રવિભાઈ બાંભણિયા, ઉસ્માન બસીર શાહમદાર, અશ્વિન જીતુભાઈ કાપડિયા, મુસ્તુફા ઇકબાલ પઠાણ, જાવિદ ગની ભાઈ ડાયાતાર સહિત કુલ કુલ 21 શખ્સોને રૂપિયા રૂ.4,71,640ની રોકડ અને 16 નંગ મોબાઈલ ફોન જુગાર સાહિત્ય મળી કુલ રૂપિયા 6,89,740/ના મુદામાલ સાથે પકડી ઊના લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.આ જુગાર રમાડતા બે આરોપી ઉકા હમીર વાઘ અને જાવિદ ઉર્ફે જોન હબીબ શેખને શોધી કાઢવા તજવીજ હાથ ધરાઈ છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર