ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 108 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વડોદરામાં 3.6 ઇંચ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 108 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વડોદરામાં 3.6 ઇંચ

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદનું જોર થોડું ઘટ્યું છે. રાજ્યમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ગત 24 કલાકમાં રાજ્યના 108 તાલુકામાં હળવોથી ભારે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 3.6 ઇંચ વડોદરામાં અને 2.3 ઇંચ જેતપુર પાવીમાં પડ્યો છે. રાજ્યના 9 તાલુકામાં 1થી લઇને 3.6 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. જેમાં વડોદરામાં 3.6 ઇંચ, જેતપુર પાવીમાં 2.3, બોરસદમાં 2.2, જાંબુઘોડામાં 2.1, છોટા ઉદેપુરમાં 1.9, બોડેલીમાં 1.3, ગોધરામાં 1.2, સુરત શહેરમાં 1.1, પેટલાદમાં 1.1 ઇંચ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત રાજ્યના 15 તાલુકામાં 11થી 21 મિ.મી. સુધી વરસાદ નોંધાયો છે. જેમાં દેવગઢ બારિયામાં 21 મિ.મી., આંકલાવમાં 18, સોનગઢમાં 18, ડેસરમાં 16, ડભોઇમાં 14, ઉચ્છલમાં 13, દિયોદરમાં 13, હળવદમાં 12, સમીમાં 12, ઉમરેઠમાં 12, દાહોદમાં 12, ઇડરમાં 12, ઠાસરામાં 12, શહેરામાં 12, માતરમાં 11 અને વાઘોડિયામાં 11 મિ.મી. વરસાદ વરસ્યો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર