નવી દિલ્હી : ગઇકાલે અને આજે એમ બે દિવસથી શેરબજાર હોય કે એમસીએક્સ બજાર બંને જગ્યાએ કડાકાનો જ દોર જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી હોય કે સોના કે ચાંદીની બંને જગ્યાએ કડાકો જ દેખાયો છે. જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં પણ ભડકો બોલાયો છે.
આજે સેન્સેક્સ ફરી એકવાર 72,638.70 પર ખુલ્યો હતો અને પછી 71,735.91 ની નીચલી સપાટી બનાવી હતી. એટલે કે આજે કુલ 903 પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો છે. બે દિવસમાં સેન્સેક્સની સ્થિતિની વાત કરીએ તો કુલ 1283 પોઇન્ટનો કડાકો અત્યાર સુધી નોંધાઈ ચૂક્યો છે.
બે દિવસમાં નિફ્ટીની પણ હાલત દયનીય દેખાઈ છે. આજે નિફ્ટીમાં ભયાનક સ્તરે કડાકાની સ્થિતિ જોવા મળી રહી છે. નિફ્ટીમાં આજે 305 પોઈન્ટથી વધુનો કડાકો આવી ચૂક્યો છે.
ગઇકાલે ચાંદીમાં કુલ 4385 રૂપિયાનો કડાકો બોલાયો હતો. પછીથી થોડીક રિકવરી આવતા ચાંદી રાતે 2647 રૂપિયાના કુલ કડાકા પર બંધ થઇ હતી. ચાંદીનું ગઇકાલનું ક્લૉઝિંગ 223561 રૂપિયા રહ્યું હતું. જે આજે એક ઘડીએ ઉછાળા સાથે 224652 પર પહોંચી ગયું હતું. જોકે પછીથી કડાકો બોલાતા ચાંદી એકઝાટકે ગગડીને 220769 ની નીચલી સપાટીએ પહોંચી ગઇ હતી. એટલે કે આજે ચાંદીમાં કુલ 3883 નો કડાકો બોલાઈ ગયો હતો પરંતુ સમાચાર લખવા સુધીમાં ચાંદી થોડીક રિકવરી સાથે 2226 રૂપિયાના કડાકા સાથે 221335 રૂપિયાની સપાટીએ ટ્રેડ થઇ રહી હતી.
બ્રેન્ટ ક્રૂડની વાત કરીએ તો હાલમાં તેની કિંમત 104 ડૉલરના લેવલે પહોંચી ગઇ છે. આજે તેમાં સાડા ત્રણ ડૉલરથી વધુની તેજી જોવા મળી છે. જેના કારણે ફરી એકવાર પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાના એંધાણ સર્જાયા છે.
સેન્સેક્સ-નિફ્ટીમાં પ્રચંડ કડાકો, ચાંદી પણ તૂટી, ક્રૂડ ઓઈલમાં ભડકો


