સોમવાર, ઓગસ્ટ 17, 2026

ઈ-પેપર

સોમવાર, ઓગસ્ટ 17, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતભાજપની નવી કેન્દ્રીય ટીમની જાહેરાત, ૧૩ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને આઠ મહામંત્રીઓની નિમણૂક

ભાજપની નવી કેન્દ્રીય ટીમની જાહેરાત, ૧૩ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને આઠ મહામંત્રીઓની નિમણૂક

રાજકોટ : ભાજપના અધ્યક્ષ નીતિન નવીને નવી ટીમની જાહેરાત કરી દીધી છે. સ્મૃતિ ઈરાનીને મહા સચિવ અને વસુંધરા રાજેને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ઉપાધ્યક્ષ, મહા સચિવ, સચિવ અને પ્રવક્તાઓ (સ્પોક્સપર્સન)ની યાદીમાં યુવાનો અને મહિલાઓની સાથે જાતિ સમીકરણોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ભાજપે નવી ટીમમાં ઉત્તર પ્રદેશના અનેક નેતાઓને સામેલ કર્યા છે. અહીં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.

7 મહિના પછી નિતિન નબીનની નવી ટીમની જાહેરાત થઈ ગઈ છે. વસુંધરા રાજેને ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. નિતિન નબીનની નવી ટીમમાં 8 મહાસચિવ બનાવવામાં આવ્યા છે. અનિલ બલૂની પહેલાની જેમ જ મીડિયા ઇંચાર્જ પદ પર યથાવત રહેશે. આવી જ રીતે બી.એલ. સંતોષ પાસે પણ સંગઠન મહાસચિવનું પદ પહેલાની જેમ યથાવત રહેશે. જ્યારે આઈટી સેલ હેડ અમિત માલવિયા હટાવી દેવામાં આવ્યા છે.

નિતિન નબીનની નવી ટીમમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને પણ સ્થાન મળ્યું છે. તેમને રાજેશ અગ્રવાલની જગ્યાએ કોષાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજેશ મંગલને સહ-કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તરુણ ચુગને મુખ્યાલય પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે.

નિતિન નબીનની નવી રાષ્ટ્રીય ટીમમાં ગુજરાતનું વર્ચસ્વ અને સંગઠનાત્મક મહત્વ સ્પષ્ટપણે ઉભરી આવ્યું છે. પક્ષે અનુભવ અને યુવા ઉર્જાના યોગ્ય સંતુલન પર પસંદગી ઉતારીને રાજ્યના ચાર અગ્રણી ચહેરાઓને રાષ્ટ્રીય સ્તરે મોટી જવાબદારીઓ સોંપી છે. જેમાં વર્ષાબેન નરેન્દ્રભાઈ દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જેવું ઉચ્ચ પદ આપી મહિલા નેતૃત્વને મજબૂત મંચ પૂરો પાડવામાં આવ્યો છે, જ્યારે જગદીશ ઈશ્વરભાઈ પટેલ અને રોહન ગુપ્તાને રાષ્ટ્રીય સચિવ તરીકે કેન્દ્રીય સંગઠનની કામગીરી વધારવાની તક મળી છે. આ ઉપરાંત, યુવા નેતા હેમાંગ જોશીને યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ બનાવીને ભાજપે દેશભરના યુવાનોને જોડવાની મહત્વપૂર્ણ કમાન ગુજરાતના હાથમાં સોંપી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર