શનિવાર, સપ્ટેમ્બર 21, 2024

ઈ-પેપર

શનિવાર, સપ્ટેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગુનાને અંજામ આપનાર રિક્ષાગેંગ માલવિયાનગર પોલીસના હાથે દબોચાઈ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગુનાને અંજામ આપનાર રિક્ષાગેંગ માલવિયાનગર પોલીસના હાથે દબોચાઈ

સોની બજારમાં દર્શન કરવા આવેલ વૃદ્ધને રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવનાર અન્ય રિક્ષા ગેંગના સાગરિતને ક્રાઈમ બ્રાન્ચે ઉઠાવી લીધો : ત્રણની મદદગારની શોધખોળ

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ ગુનાખોરીને ડામી દેવા તેમજ બનેલ ગુનાઓના ભેદ તાત્કાલિક ઉકેલવા સૂચના આપી હોય જેને લઈ ગોંડલ ચોકડીથી ચારેક દિવસ પહેલાં વૃદ્ધને રિક્ષામાં બેસાડી રસ્તામાં તેને રિક્ષાનો દરવાજો સરખી રીતે બંધ કરવાનું કહી તેના ખીસ્સામાંથી રૂા.10,700ની રોકડ રકમ તફડાવી લેનાર ગેંગને માલવીયાનગર પોલીસે ઝડપી લેતાં સાતેક બનાવોની કબુલાત આપી છે.જ્યારે ક્રાઈમ બ્રાન્ચે પણ શહેરની બાલકૃષ્ણની હવેલીએ દર્શન કરવા માટે વૃદ્ધા રિક્ષામાં બેઠા હતા ત્યારે રિક્ષાગેંગે રસ્તામાંથી તેમના હાથમાંથી રૂા. 45 હજારની કિંમતની બંગડી તફડાવી લીધી લેનાર ગેંગના શખ્સને ઝડપી પાડી અન્યોની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ શહેર પોલીસ કમિશનરની સુચનાને ધ્યાને લઇ માલવીયા નગર પોલીસ મથકના પીઆઈ જે.આર.દેસાઈના માર્ગદર્શન હેઠળ રિક્ષા ગેંગને શોધી કાઢવા સર્વેલન્સ સ્ક્વોડનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય ત્યારે મળેલી બાતમીના આધારે વૃદ્ધને રિક્ષામાં બેસાડી રોકડની ચોરી કરનાર ગેંગ પુનિતનગરના પાણીના ટાંકા પાસે આવવાની હોય જેના આધારે વોચ ગોઠવી ચોરીને અંજામ આપનાર હુશેન દાઉદ મલેક (ઉ.વ.28), કિશન ઉર્ફે કીશો વાંજો મગન પાંભણીયા (ઉ.વ.રર) અને હિનાબેન શરીફ ડોસાણી (ઉ.વ.26)ને ઝડપી લઈ રોકડા રૂા. 10,700 અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી લાલ-પીળા કલરના હુડવાળી રિક્ષા કબ્જે કરી હતી.ઝડપાયેલી ટોળકીની પુછપરછમાં સાતેક દિવસ પહેલાં શાપર-વેરાવળ જતાં કલ્પવન પાસેથી વૃદ્ધના ખીસ્સામાંથી રૂા.3000ની, ત્રણેક દિવસ પહેલાં મોરબી અને ટંકારા વચ્ચે વૃદ્ધના ખીસ્સામાંથી રૂા.15 હજારની, વીસેક દિવસ પહેલાં ચોટીલા લીમડી વચ્ચેથી વૃદ્ધના ખીસ્સામાંથી રૂા.2000ની, ત્રણેક દિવસ પહેલાં હોસ્પિટલ ચોકમાંથી એક પેસેન્જરને બેસાડી તેના ખીસ્સામાંથી રૂ.3 હજારની, ત્રણેક દિવસ પહેલાં જ એસટી બસ સ્ટેન્ડ પાસેથી એક પેસેન્જરને બેસાડી તેના ખીસ્સામાંથી રૂા.2 હજારની અને વીસેક દિવસ પહેલાં ધોરાજી હાઈ-વે ભુખી ગામની ચોકડી પાસેથી એક પેસેન્જરને બેસાડી તેના ખીસ્સામાંથી રૂા.3 હજારની ચોરી કર્યાની કબુલાત આપતા સૌરાષ્ટ્ર ભરના ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો.જ્યારે આરોપી કિશન અગાઉ આ જ પ્રકારના ગુનાઓમાં પકડાઈ ચુક્યો છે.ઉપરાંત હુશેન સામે પોરબંદરમાં અંગ્રેજી દારૂના 6 ગુના નોંધાયેલ હોવાનું પણ સામે આવ્યું હતું. જયારે ક્રાઈમ બ્રાંચે પણ જલારામ સોસાયટી-2માં આવેલા ગંગોત્રી એપાર્ટમેન્ટમાં રહેતા રસીલાબેન માકડીયા (ઉ.વ.65) ગત 15 ઓગષ્ટના રોજ પાડોશી મીનાબેન સાથેસોનીબજારમાં આવેલી બાલકૃષ્ણની હવેલીએ દર્શન કરવા માટે રિક્ષામાં બેઠા હતા ત્યારે રિક્ષાગેંગે રસ્તામાંથી ત્યાર તેમના હાથમાંથી રૂા. 45 હજારની કિંમતની બંગડી તફડાવી લેવાના ગુનાનો ભેદ ઉકેલી અન્ય રિક્ષા ગેંગના સભ્ય મુન્ના ઉકાભાઈ (ઉ.વ.33)ને ઝડપી લઈ તેની પાસેથી રોકડા રૂા.4,900, એક મોબાઈલ ફોન અને ગુનામાં ઉપયોગમાં લીધેલી રિક્ષા સહિત કુલ રૂા.69,900નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પુછપરછમાં પરેશ સોલંકી, તેની પત્ની માલાબેન અને ભત્રીજાના નામ ખુલતાં આ ત્રણેયની ક્રાઈમ બ્રાંચે શોધખોળ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર