શનિવાર, સપ્ટેમ્બર 21, 2024

ઈ-પેપર

શનિવાર, સપ્ટેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટઘેડીયા કોળી જ્ઞાતિના તેજસ્વી તારલાઓનું કાલે સન્માન કરાશે

ઘેડીયા કોળી જ્ઞાતિના તેજસ્વી તારલાઓનું કાલે સન્માન કરાશે

300 વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન : લલીતાબેન ઘોડાદ્રાનું વિશેષ સન્માન કરાશે : ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલા આયોજકોએ આપી માહિતી

(આઝાદ સંદેશ) રાજકોટ : ઘેડીયા કોળી સમાજ ટ્રસ્ટ રાજકોટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ જિલ્લામાં રહેતા ઘેડીયા કોળી જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાલે રવિવારે બપોરે 3.00 કલાકે રેસકોર્ષ(બાલભવન) ખાતે રાખેલ છે. તેમજ રાજ્યપાલ મહામહીમ આચાર્ય દેવવ્રતજી હસ્તે એવોર્ડ મેળવવા બદલ લોકગાયીકા લલીતાબેન ઘોડાદ્રાનું આ કાર્યક્રમમાં વિશેષ સન્માન કરવામાં આવશે. આ આયોજન જ્ઞાતિના બંધુના સાથ અને સહકારથી સફળ બનાવવા માટે રાજકોટ ઘેડીયા કોળી સમાજ ટ્રસ્ટના પ્રમુખ શૈલેષભાઇ માલમ, ભરતભાઇ વાઢીયા, પરબતભાઇ કરગટીયા, ઘનશ્યામભાઇ ઘરસેંડા, દુદાભાઇ બારૈયા, દેવરાજભાઇ મોકરીયા, સુરેશભાઇ ગોરડ, કેશુભાઇ ભુવા, હરસુખભાઇ બાલસ, હસમુખ માવદીયા, લખમણભાઇ બાલસ, ભૂપતભાઇ કરગટીયા, પૂર્વ ટ્રસ્ટીઓ તેમજ દરેક સભ્યો જહમત ઉઠાવી રહ્યા છે. રાજકોટ શહેરમાં છેલ્લા 27 વર્ષથી ઘેડીયા કોળી સમાજનું વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે. આ 28માં વર્ષમાં તેજસ્વી તારલાઓના સત્કાર સમારંભમાં શિલ્ડ, મેડલ તેમજ અન્ય ઇનામોથી સન્માનીત કરવામાં આવશે. રાજકોટ શહેરમાં ઘેડીયા કોળી સમાજનું ભવન આવેલ છે તેના આ વર્ષે 16 વર્ષ પૂર્ણ થયા. રાજકોટ તાલુકાના શાપર-વેરાવળ પારડી ખાતે ઘેડીયા કોળી સમાજનું નવા ભવનનું ગયા વર્ષે નિર્માણ થઇ ગયું છે. રાજકોટ શહેરમાં સમસ્ત કોળી સમાજની દીકરીઓ માટે ભવિષ્યમાં ક્ધયા છાત્રાલય બને તેના માટે રાજકોટ ઘેડીયા કોળી સમાજના તમામ કાર્યકરો કટીબધ્ધ છે તેમ ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલા માલમ શૈલેષભાઇ, ઘનશ્યામભાઇ ઘરસેંડા, દુદાભાઇ બારૈયા, રણજીતભાઇ ભરડા, દેવાંગભાઇ કુકાવા અને ચુડાસમા રાહુલભાઇએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર