શનિવાર, સપ્ટેમ્બર 21, 2024

ઈ-પેપર

શનિવાર, સપ્ટેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટહાશ ગૃપ દ્વારા કાલે નિ:શુલ્ક મેડીકલ કેમ્પ

હાશ ગૃપ દ્વારા કાલે નિ:શુલ્ક મેડીકલ કેમ્પ

પ્લેક્ષસ હોસ્પિટલના સહયોગથી કેમ્પનું આયોજન : ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલા આયોજકોએ આપી માહિતી

(આઝાદ સંદેશ) રાજકોટ : રાજકોટની નામાંકિત ‘હાશ’ ગૃપ સંસ્થા દ્વારા કાલે સવારે 10 થી 1 મેડીકલ કેમ્પનું આયોજન કરેલ છે. જેમાં દરેક પ્રકારના રિપોર્ટ નિ:શુલ્ક કરવામાં આવશે. જેમાં પ્લેક્ષસ મેડ કેર હોસ્પિટલનો સહયોગ મળેલ છે. કેમ્પમાં અનુભવી ડોકટર્સ હૃદયરોગ અને જનરલ ચેકઅપ કરશે. જે સંપૂર્ણ નિ:શુલ્ક હશે. આ કેમ્પમાં બ્લડસુગર, બ્લડ પ્રેશર, બીએમઆઇ, ઇસીજીના રિપોર્ટ ફ્રી કરવામાં આવશે તેમજ હૃદયરોગના હુમલા સામે કઇ રીતે પગલા લેવા તેની સીપીઆર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ડાયાબિટીસ, થાઇરોઇડ, હાડકા, સ્ત્રીરોગ, કાન, નાક, ગળા, ડાયેટીશીયનના નિષ્ણાંત દ્વારા તપાસ કરવામાં આવશે. રજિસ્ટ્રેશન માટે હાશ ગૃપ પ્રમુખ સુનિતાબેન પઢિયારનો મો.90330 95354 તેમજ મો.99044 38152 વ્હોટ્સએપ નંબર પર સંપર્ક કરવો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હાલ ગૃપ પ્રમુખ સુનિતાબેન પઢિયાર, પ્લેક્ષસ હોસ્પિટલના રવિભાઇ રાઠોડ, ડોકટર્સ, સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યા છે તેમ ‘આઝાદ સંદેશ’ની મુલાકાતમાં આયોજકોએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર