રવિવાર, સપ્ટેમ્બર 8, 2024

ઈ-પેપર

રવિવાર, સપ્ટેમ્બર 8, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeલાઇફસ્ટાઇલચોમાસામાં આ રીતે રાખો પગની સંભાળ, નહીંતર થાશે ગંભીર નુકસાન

ચોમાસામાં આ રીતે રાખો પગની સંભાળ, નહીંતર થાશે ગંભીર નુકસાન

(આઝાદ સંદેશ) : ચોમાસાને રોમાન્સ, હરિયાળી, નૈસર્ગિક સૌંદર્ય અને આનંદદાયક સિઝનરૂપે માનીએ છીએ. આ ઋતુની આડઅસર પગને પડે છે. કીચડભર્યા રસ્તા, પાણીભર્યા વિસ્તારો-ગલીઓ, ભેજયુક્ત વાતાવરણ, કાદવવાળા વિસ્તારો અને ભીનામાં ચાલવાથી પગરખાં પણ ચિપચિપા થઈ જાય છે અને પગમાંથી વાસ મારતો પસીનો નીકળવો શરૂ થઈ જાય છે જેથી પગમાં દાદર, ખસ, ખુજલી અને લાલ ચકામાં પડી જાય છે.
ચોમાસામાં પગની દેખભાળની ખાસ આવશ્યકતા હોય છે. તમે કેટલીક સામાન્ય સાવધાનીઓ અને આયુર્વેદિક ઉપચારોથી પગ અને આંગળીઓના સંક્રમણ દ્વારા થનારા રોગોથી બચી શકો છો. ચોમાસાની ઋતુમાં વધુ પડતો ભેજ-ભીનાશ તથા પસીનાની સમસ્યા સામાન્ય બની જાય છે. આ ઋતુમાં પગ અને તેની આસપાસના ભાગોમાં સંક્રમણ પેદા થાય છે અને તેમાં દુર્ગંધ પેદા થાય છે.
પસીનાની સાથે નીકળનારા ગંદા દ્રવ્યોને દરરોજ સ્વચ્છ-સાફ કરવા બહુ જરૂરી છે, જેથી દુર્ગંધને રોકી શકાય અને પગ તાજગી અને સ્વચ્છતાનો અહેસાસ કરી શકે. સવારે સ્નાન કરતી વખતે તમારા પગ પર વિશેષ ધ્યાન આપો, પગને ધોયા પછી તેને સારી રીતે સૂકાવા દો અને પછી આંગળીઓની વચ્ચે ટેલ્કમ પાઉડર છાંટો. જો તમે બંધ રહે તેવા પ્રકારના પગરખાં પેરતાં હોવ તો તે પગરખાંની અંદર ટેલ્કમ પાઉડરનો છંટકાવ કરી દો. વરસાદની ઋતુ દરમિયાન સ્લીપર અને ખુલ્લા સેન્ડલ પહેરવા વધુ ઉપયોગી નીવડે છે, કેમ કે એનાથી પગમાં હવાનું સંચાલન સારી રીતે થાય છે અને પસીનાને સૂકાવામાં મદદ મળે છે.
જોકે ખુલ્લા પગરખાંને કારણે પગમાં ગંદકી અને ધૂળ પણ જામી જાય છે, જેથી પગની સ્વચ્છતા પર અસર પડે છે. આખા દિવસની દોડધામને અંતે રાત્રે ઘરે, ઠંડા પાણીમાં થોડુંક મીઠું નાખીને પગને સારી રીતે પલાળો અને એ પછી સાફ કરી બરાબર સૂકાવા દો. ચોમાસાને કારણે પગમાં ભીની ત્વચાને કારણે ‘એથલીટ ફૂટ’ નામક બીમારી થવાની શક્યતા રહેલી છે. જો પ્રારંભિક રીતે આવું થાય અને તમે તેની કેર ન કરો ને ઉપેક્ષા કરો તો પગમાં દાદર, ખાજ-ખુજલી જેવી ગંભીર તકલીફ ઊભી થઈ શકે છે. ‘એથલીટ ફૂટ’ની બીમારી ફંગસ સંક્રમણને કારણે પેદા થાય છે. એટલે જો આંગળીઓમાં તેજ ખંજવાળ આવતી હોય તો તુરત જ ચામડીના નિષ્ણાતને બતાવો. આ બીમારીના શરૂઆતના દોરમાં એન્ટિ ફંગલ દવાઓ ઘણી અસરકારક સાબિત થાય છે. વરસાદ દરમિયાન ભેજવાળા વાતાવરણમાં તંગ જૂતાં પહેરવાથી વધુ પસીનો નીકળે છે. જેથી બેક્ટેરિયલ સંક્રમણને કારણે પગની સ્થિતિ બગડી શકે છે.
આ ઋતુમાં મોજાં પહેરવા કરતાં ખુલ્લા જૂતાં પહેરો, ટેલ્કમ પાઉડરનો ઉપયોગ કરો અને પગને વધુમાં વધુ શુષ્ક રાખો. જો મોજાં પહેરવા જરૂરી હોય તો સુતરાઉ મોજાં પહેરો. ખરેખર તો આવા વાતાવરણમાં પગને વધુમાં વધુ સમય માટે ખુલ્લા રાખવા જોઈએ. કોઈ પણ સલૂનમાં સપ્તાહમાં એક વાર પગની સફાઈ કરાવી લો. એનાથી પગને આરામ મળશે અને સારી સ્થિતિમાં રાખવાની મદદ મળશે. ચોમાસામાં પગને સાચવવા માટેની ટિપ્સ આવી છે.
ફૂટ સોક : બાલદીમાં ચોથા ભાગ જેટલું ગરમ પાણી, અડધો કપ કકરું મીઠું, દસ ટીપાં લીંબુનો રસ કે સંતરાનું સુગંધિત તેલ ઉમેરો. જો આપના પગમાં વધુ પસીનો નીકળતો હોય તો થોડા ટીપાં ટી-ઓઈલના પણ ઉમેરો, જેમાં કીટાણુનાશક તત્ત્વ હોય છે અને એ પગની દુર્ગંધને રોકવામાં અને દૂર કરવામાં મદદ કરે છે. આ મિશ્રણમાં 10-15 મિનિટ સુધી પગને બોળી રાખી પછી સૂકવી લો.
ફૂટ લોશન : 3 ચમચી ગુલાબ જળ 2 ચમચી લીંબુનો રસ અને એક ચમચી શુદ્ધ ગ્લિસરીન વગેરેને મિશ્ર કરી મિશ્રણ તૈયાર કરી એને પગ પર અડધા કલાક સુધી લગાવ્યા બાદ પગને તાજાં-સ્વચ્છ પાણીથી ધોઈને સૂકવી દો.
ડ્રાયનેસ ફૂટ કેર : એક બાલદીમાં ચોથા ભાગ જેટલું ઠંડું પાણી ભરો અને આ પાણીમાં બે ચમચી મધ, એક ચમચી હર્બલ શેમ્પૂ, એક ચમચી બદામ તેલ મેળવીને આ મિશ્રણમાં 20 મિનિટ સુધી પગને બોળી રાખો અને પછી પગને તાજા સ્વચ્છ પાણીથી ધોઈને સૂકવી લો.
કુલિંગ મસાજ ઓઈલ : 100 મિ.લિ. લિટર જૈતુન તેલ, 2 ટીપાં નીલગીરી તેલ, 2 ચમચી સોનેરી તેલ, 3 ચમચી ખસ કે ગુલાબનું તેલ મેળવીને આ મિશ્રણને એરટાઈટ ગ્લાસ જારમાં ભરી દો. આ મિશ્રણને દરરોજ પગના મસાજમાં વાપરો. એનાથી પગને ઠંડક મળશે અને ત્વચાને સુરક્ષા પ્રદાન કરીને તેને સ્વાસ્થ્યવર્ધક રાખશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર