(આઝાદ સંદેશ) : ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ ચોમાસાની સિઝનમાં સૌથી વધારે જોવા મળે છે. જેનો તત્કાળ ઇલાજ ના કરવામાં આવે તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ અનુસાર, ડેન્ગ્યુ અને મેલેરિયા મચ્છરજન્ય રોગ છે. આ દરમિયાન દર્દીના પ્લેટલેટ્સ કાઉન્ટ્સ ઘટી જાય છે. એક રિસર્ચ અનુસાર, અમુક ખાદ્યપદાર્થોના નિયમિત સેવનથી આ જીવેલણ તાવ સામે રક્ષણ મળે છે, ઇમ્યૂન સિસ્ટમ મજબૂત બને છે અને પ્લેટલેટ્સ કાઉન્ટ્સ વધે છે. અહીં જાણો, કેવા પ્રકારના ખાદ્યપદાર્થથી પ્લેટલેટ્સ કાઉન્ટ્સ વધારી શકાય છે. તે ગંભીર બને છે અને જીવલેણ સાબિત થાય છે. આ દરમિયાન પ્લેટલેટ્સ કાઉન્ટ વધારવા માટે કેટલીક ચીજવસ્તુઓનું સેવન કરવું જોઇએ.
શતાવરી અને કાળા મરી : શતાવરીના સેવનથી શરીરની ઉર્જામાં વધારો થાય છે અને દર્દીને કમજોરી દૂર કરવામાં મદદ મળે છે. કાળા મરીમાં વિટામિન સીની માત્રા વધારે હોય છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ અનુસાર, ડેન્ગ્યુમાં માઇક્રોન્યૂટ્રિએન્ટ્સનો રોલ મહત્વનો છે. તે ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવીને બીમારીમાં ઝડપથી સાજા થવામાં મદદ કરે છે.
આદુ અને દાડમ : આદુના ગુણ શરીરમાં ઇમ્યૂન પાવરને મજબૂત બનાવવામાં સહાયક છે. તે તાવને દૂર કરવામાં મદદ કરે છે. જ્યારે દાડમમાં વિટામિન સી, એન્ટીઓક્સિડન્ટ્સ અને અન્ય પોષકતત્વો રહેલા છે જે સ્વાસ્થ્યને શ્રેષ્ઠ બનાવવામાં મદદ કરે છે.
નારિયેળ પાણી અને મસૂરની દાળ : મસૂરની દાળમાં પ્રોટીન, વિટામિન અને ખનીજ હોય છે જે દર્દીના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. આ સિવાય હળદર, પપૈયું અને દહીંનું સેવન પણ કરી શકાય છે. આ સિવાય નારિયેળ પાણી હાઇડ્રેશન જાળવી રાખવામાં મદદ કરે છે અને વિશિષ્ટ પોષકતત્વોથી ભરપૂર હોય છે.
નોંધ: આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.