સોમવાર, સપ્ટેમ્બર 16, 2024

ઈ-પેપર

સોમવાર, સપ્ટેમ્બર 16, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeલાઇફસ્ટાઇલતમારી દિનચર્યા પણ તમારી ઇમ્યૂનિટી સિસ્ટમ બૂસ્ટ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે

તમારી દિનચર્યા પણ તમારી ઇમ્યૂનિટી સિસ્ટમ બૂસ્ટ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે

(આઝાદ સંદેશ) : ઇમ્યૂનિટી તમારા દિવસભરની દિનચર્યા પર નિર્ભર કરે છે કે તમે દિવસભર તમારી આદતો અનુસાર શું કરો છો? જેમ કે, ઇમ્યૂનિટી વધારવા માટે કદાચ તમે ડાયેટ ફોલો કરતા હોય અથવા તો દરરોજ એક્સરસાઇઝ કરતા હોય વગેરે જેવી દરરોજની તમારી આદતો તમારી ઇમ્યુન સિસ્ટમ પર અસર કરે છે. ઇમ્યુનિટી વધારવા માટે તમારે પોતાની લાઇફસ્ટાઇલમાં કેટલાક ફેરફાર કરવા જોઇએ. ઇમ્યુનિટી વધારવાની કેટલીય પદ્ધતિઓ છે પરંતુ માત્ર એક જ પદ્ધતિ અજમાવવી તમને ઝડપી ફાયદો આપી ન શકે. કેટલાક લોકો ઇમ્યુનિટી વધારવા માટે ઘરેલૂ ઉપચાર કરતા હોય છે જેમાં કેટલાય પ્રકારમા ઇમ્યૂનિટી બૂસ્ટર ડ્રિન્ક અને કાઢો સામેલ છે, પરંતુ શું માત્ર તેનું સેવન કરીને ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરી શકાય છે. ઇમ્યૂનિટી કેટલીય આદતોના કોમ્બિનેશનથી બનતી હોય છે. ઇમ્યૂનિટી વધારવામાં તમારી રોજની દિનચર્યા ઘણું મહત્ત્વ ધરાવે છે. જો તમે પોતાની ઇમ્યૂનિટી વધારવાની આદતોને અપનાવી લો છો તો તમે સરળતાથી પોતાનું ઇમ્યૂન સિસ્ટમ બૂસ્ટ કરી શકો છો. તમારે તમારી દિનચર્યાની શરૂઆતમાં માત્ર આટલું ધ્યાન રાખવાનું છે. તમારી દિનચર્યામાં આટલી બાબતોને પ્રાથમિકતા આપશો તો તમે ઝડપી ઇમ્યૂનિટી વધારી શકો છો. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવી તે વ્યક્તિના બીમાર પડવાનું મુખ્ય કારણ હોય છે. જાણો, કયા કાર્યોને પોતાના દિનચર્યામાં સામેલ કરવાથી તમારી ઇમ્યૂન સિસ્ટમ વધારે મજબૂત બની શકે છે.
ખાલી પેટ લીંબૂ પાણી અને મધનું સેવન : સવારે ઉઠીને સૌથી પહેલા લીંબૂ પાણી બનાવીને તેમાં એક ચમચી મધ મિક્સ કરીને તેનું સેવન કરવાથી ઇમ્યૂનિટીમાં વધારો થાય છે. લીંબૂમાં વધુ પ્રમાણમાં વિટામિન સી હોય છે. આ ડ્રિન્કનું દરરોજ સેવન કરવાથી ન માત્ર ઇમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે પરંતુ આપણા શરીરને ડિટોક્સ પણ કરી શકે છે. તેનાથી પાચનશક્તિને પણ લાભ થાય છે. આ કામ તમારે દરરોજ સવારે કરવું જોઇએ.
ચાલવાનું રાખો : જો તમે મોર્નિંગ વોક કરો છો તો તમને તમારા શરીરને સ્વસ્થ રાખવામાં ઘણી મદદ મળી શકે છે. સવારે ચાલવું એક સારી આદતોમાં સામેલ છે. સવાર-સવારમાં શુદ્ધ હવામાં ચાલવાથી તમે ન માત્ર કેટલીય બીમારીઓને દૂર રાખો છો પરંતુ ઇમ્યૂનિટીને પણ વધારો છો. ઇમ્યૂનિટી વધારવા પાછળ કેટલાય ફેક્ટર કામ કરે છે તેમાંનું એક ચાલવાની પ્રક્રિયા પણ સામેલ છે. તેનાથી તમારું શરીર ફીટ અને સ્વસ્થ રહે છે.
એક્સરસાઇઝ અને યોગ કરો : ઇમ્યૂનિટી વધારવા માટે સૌથી જરૂરી કામમાંથી એક છે યોગાસન અને એક્સરસાઇઝ કરવી. જો તમે શારીરિક રીતે એક્ટિવ નથી તો તમારે કેટલાય પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેનાથી તમારી ઇમ્યૂનસિસ્ટમ પણ ઓછી થઇ શકે છે. એટલા માટે દરરોજ સવારે એક્સરસાઇઝ અથવા યોગ કરવો જોઇએ. યોગ અને કસરત શારીરિક સ્વાસ્થ્ય માટે તો લાભદાયી છે પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ઘણું ફાયદાકારક છે.
નાસ્તામાં હેલ્ધી ફૂડ ખાઓ : સવારનો નાસ્તો આખા દિવસ માટેની શરૂઆત માટેની ખૂબ જ જરૂરી હોય છે. જો તમે સવારના નાસ્તાને સ્કિપ કરો છો અથવા અનહેલ્ધી કંઇક જમો છો તો તમારા ઇમ્યુન સિસ્ટમ પર તે ખરાબ અસર કરે છે. બ્રેકફાસ્ટ આખા દિવસનું સૌથી જરૂરી ભોજન હોય છે. હેલ્ધી બ્રેકફાસ્ટ તમારા ઇમ્યૂન સિસ્ટમને બૂસ્ટ કરવાની સાથે સાથે પાચનશક્તિને પણ યોગ્ય બનાવી શકે છે.
સવારે વહેલા ઊઠો : સવારે સૂર્ય નિકળતા પહેલા ઊઠવું સ્વાસ્થ્યની દ્રષ્ટિએ યોગ્ય માનવામાં આવે છે. તેનાથી તમને ફ્રેશ હવા અને વાતાવરણ મળે છે. જે તમારા મનને શાંત કરવાનું કામ કરે છે. તણાવમુક્ત રહેવું પણ ઇમ્યૂનિટી વધારવા માટે ઘણું જરૂરી છે. તમે જેટલો ઓછો સ્ટ્રેસ લેશો તેટલી તમારી ઇમ્યૂનિટી વધારે મજબૂત થશે. એટલા માટે સવારે વહેલા ઊઠીને તમારી દિનચર્યા શરૂ કરો. પરંતુ એનું પણ ધ્યાન રાખો કે તમારી ઊંઘ ઓછામાં ઓછા 7 થી 8 કલાકની પૂરી કરો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર