સોમવાર, સપ્ટેમ્બર 16, 2024

ઈ-પેપર

સોમવાર, સપ્ટેમ્બર 16, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeલાઇફસ્ટાઇલસંતાનોની મોબાઈલ ગેમિંગની લત શી રીતે છોડાવવી…?

સંતાનોની મોબાઈલ ગેમિંગની લત શી રીતે છોડાવવી…?

(આઝાદ સંદેશ) : આધુનિક પેઢીના બાળકો રમકડાં કરતાં મોબાઈલ સાથે રમતાં રમતાં મોટા થઈ રહ્યાં છે એ વાતમાં હવે કાંઈ નવું નથી રહ્યું. તેમાંય અત્યારના ફાસ્ટ યુગમાં મોબાઈલ જ રમત-ગમતનું હાથવગું સાધન રહ્યું હતું. અને અભ્યાસ પણ ઓનલાઈન જ કર્યો હોવાથી તેમને મોબાઈલની લત લાગી જાય તેમાં આશ્ર્ચર્ય પામવા જેવું નથી. પરંતુ હમણાં હમણાં બાળ-તરૂણ પેઢી મોબાઈલ પર ગેમ રમવા માટે જે રીતે આક્રમક થઈ રહી છે તે ચિંતા ઉપજાવનારી બાબત છે. છેલ્લા કેટલાક સમયમાં જ બનેલા બે-ત્રણ બનાવો પર નજર નાખીએ તો.., મુંબઇમાં 16 વર્ષના કિશોરને ગેમ રમતા અટકાવ્યો હતો તેથી આત્મહત્યા કરી હતી તેમજ લખનૌ, ગુજરાતના ખેડામાં પણ આવા જ બનાવો બનવા પામ્યા હતા.
તેમજ માતાપિતાના જણાવ્યા મુજબ અત્યાર સુધી અમારા પુત્રો મોબાઈલ પર ગેમ્સ રમતાં હતાં તેને અમે સહજતાથી લેતા હતા. પરંતુ આવા કિસ્સાઓ વાંચ્યા પછી અમે તેમના પર નજર રાખવા લાગ્યાં. અને એક વખત અમે નોંધ્યું કે બંને ભાઈઓ ફાઈટિંગની રમત રમ્યા પછી પલંગ પર બિલકુલ એવી જ રીતે મારામારી કરવા લાગ્યાં હતાં જેવી રીતે તેમણે ગેમમાં જોઈ હતી. અમે તત્કાળ સાવધાન થઈ ગયાં. હવે અમે સતત તેમના વર્તન પર નજર રાખીએ છીએ અને તેમનું કાઉન્સેલિંગ કરતાં રહીએ છીએ. અમે નથી ઇચ્છતા કે સ્થિતિ વણસી જાય.
તેવીજ રીતે બીજા માતા-પિતાના જણાવ્યા મુજબ દીકરાનું વર્તન ઘણાં અંશે બદલાઈ ગયું છે. તેમણે કહ્યું હતું કે અગાઉ ક્યારેય તે અમને સામે જવાબ નહોતો આપતો. પણ હવે તે અમને તરત જ સામે જવાબ આપે છે. અને તેનો આરંભ મોબાઈલ ગેમિંગને કારણે જ થયો હતો. તે એક વખત લાંબા સમય સુધી મોબાઈલ પર ગેમ રમતો રહ્યો હતો ત્યારે અમે તેની પાસેથી આ ઉપકરણ પાછુ માગ્યું હતું. પણ તેણે અમારી સામે ક્રોધે ભરાઈને સ્પષ્ટ શબ્દોમાં મોબાઈલ પાછો આપવાની ના પાડી દીધી હતી. તે વખતે અમને આઘાત લાગ્યો હતો. પણ હવે વારંવાર આવું બને છે.
જોકે મનોચિકિત્સકો કહે છે કે મોટાભાગના લોકોને એમ લાગે છે કે આવી ઘટનાઓ પાછળ ગેમ રમવાની લત જવાબદાર છે. જ્યારે આ વાત સો ટકા સાચી નથી. બાકી સામાન્ય રીતે ગેમ રમવાનો ચસકો લાગ્યો હોય એવા બાળકો-તરૂણોના વર્તનમાં ફેરફાર જોવા મળે છે. તેઓ પોતાની જ વયના બાળકો-કિશોરો સાથે બીજી કોઈ રમતો રમવાનું છોડી દે છે.
તેમને મિત્રોને મળવામાં પણ રસ નથી રહેતો. તેમના ખાન-પાન, સુવા-ઉઠવા, શાળાના પરિણામો પર પણ મોબાઈલ ગેમિંગની હાનિકારક અસર જોવા મળે છે. પરંતુ જ્યારે મામલો વણસીને આક્રમક હુમલા સુધી પહોંચે ત્યારે સંબંધિત કિશોરને કોઈક માનસિક સમસ્યા હોવાની પૂરેપૂરી શક્યતા રહે છે. તેઓ આવી સમસ્યાના સમાધાન માટે કહે છે કે સંતાનો સાથે અચાનક કડક હાથે કામ લેવાને બદલે થોડી ધીરજપૂર્વક કામ લેવું. સતત ગેમિંગ રમવાની આદત ધીમે ધીમે ઓછી કરતાં જવું.
સંતાનો પર ગુસ્સે થવાને બદલે શાંતિ અને કુનેહપૂર્વક આ લત છોડાવવાનો પ્રયાસ કરવો. જરૂર પડયે માતાપિતાએ પણ ક્યારેક તેમની સાથે મોબાઈલ ગેમ રમવા બેસવું. અને પછી પોતાને તેની લત લાગવાનો કેવો ડર લાગ્યો તેવી વાતો કરીને આ કુટેવના નુકસાનકારક પાસાઓથી અવગત કરવાના પ્રયાસો કરવા. નવી પેઢી આ ઉપકરણો સાથે જ મોટી થઈ હોવાથી તેમને તેના વિના ચાલવાનું નથી. પરંતુ તેમને તેની લત ન લાગે તેની કાળજી બહુ કુશળતાપૂર્વક રાખવી જોઇએ.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર