ગુરુવાર, ડિસેમ્બર 12, 2024

ઈ-પેપર

ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટ શહેર પોલીસ કમિશ્નરે પાંચ પીઆઇની આંતરીક બદલીઓ કરી

રાજકોટ શહેર પોલીસ કમિશ્નરે પાંચ પીઆઇની આંતરીક બદલીઓ કરી

યુનિ.પીઆઇને ટ્રાફીકમાં જ્યારે રીડર પીઆઇને યુનિ.માં મુકાયા

(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટ શહેરમાં કેટલાય પોલીસ મથકોની કામગીરી બાબતે મળતી ફરિયાદોને લઇ શહેર પોલીસ કમિશ્ર્નરે પાંચ થાણાધિકારીઓની આંતરીક બદલીને આખરી ઓપ આપી ગત રોજ ઓર્ડરો જારી કર્યા હતા.
મળતી માહિતી મુજબ શહેરના અમુક પોલીસ મથક વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે કેટલાક સવાલો ઉપસ્થિત થયા હતા. ફરિયાદ ન લેવા સહીતની કેટલીક રજૂઆત પોલીસ કમિશ્ર્નર ઝા સુધી પહોંચી હતી. આથી એક સાથે પાંચ પીઆઇની અરસ પરસ બદલી કરવામાં આવી છે. જેમાં સૌથી સારો નિર્ણય યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એમ.જી.વસાવાની બદલી કરીને લેવામાં આવે છે. વસાવાને ટ્રાફીક શાખામાં મુકી દેવામાં આવ્યા છે. જ્યારે ટ્રાફીક શાખાના આઇ. એન. સાવલીયાને એરપોર્ટ એસ.આર.મેઘાણીને લિવ રીઝર્વ, રીડર શાખાના એચ. એન. પટેલને યુનિ.પોલીસ મથક, જ્યારે એરપોર્ટના પીઆઇ જે.એસ.ગામીતને ટ્રાફીકમાં મુકી દેવામાં આવ્યા છે.
બીજી તરફ શહેર પોલીસના 11 પોલીસ કોન્સ્ટેબલને હેડકોન્સ્ટેબલના પ્રમોશન અપાયા છે અને અમુકની બદલી પણ થઇ છે. જેમાં એસઓજીના વિરદેવસિંહ જાડેજાને હેડકોન્સ્ટેબલના પ્રમોશન સાથે યુનિવર્સિટીમાં મુકાયા છે. કમાન્ડ ક્ધટ્રોલના સાગર માવદીયાને એ-ડિવીઝન, માલવીયાનગરના ગિરીરાજસિંહ ઝાલાને પ્રમોશન સાથે યુનિવર્સિટી, યુનિવર્સિટીના દિવ્યરાજસિંહ જાડેજાને ત્યાં જ, ટ્રાફિક શાખાના શ્રધ્ધાબેન રામાણીને એ-ડિવીઝન, પ્ર.નગરના બ્રિન્દાબેન ગોહેલને પ્ર.નગર, મહિલા પોલીસ સ્ટેશનના ખુશાલીબેન ગોહેલને એ-ડિવીઝન, ટ્રાફિકના વિજય નકુમને એ-ડિવીઝન, બી-ડિવીઝનના હરેશ સારદીયાને યુનિવર્સિટીમાં, ભક્તિનગરના રાહુલ ઠાકુરને યુનિવર્સિટીમાં અને પીસીબીના કુલદિપસિંહ જાડેજાને પ્રમોશન સાથે પીસીબીમાં જ નિમણુંકનો ઓર્ડર નીકળ્યો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર