ગુરુવાર, મે 28, 2026

ઈ-પેપર

ગુરુવાર, મે 28, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટ મનપાની જનરલ બોર્ડ પહેલા વોર્ડ નં.13ના કોર્પોરેટરોની સાયકલ રેલી

રાજકોટ મનપાની જનરલ બોર્ડ પહેલા વોર્ડ નં.13ના કોર્પોરેટરોની સાયકલ રેલી

રાજકોટ શહેરમાં આજે ઈદ અલ-અઝહા (બકરી ઈદ)નો તહેવાર ધાર્મિક શ્રદ્ધા અને ભાઈચારાના માહોલ વચ્ચે ઉજવાયો હતો. શહેરની મુખ્ય ઈદગાહ ખાતે વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને ખાસ ઈદની નમાજ અદા કરી હતી. નમાજ બાદ એકબીજાને ગળે મળી “ઈદ મુબારક” પાઠવી સૌહાર્દ અને એકતાનો સંદેશ આપ્યો હતો. ઈદગાહ અને આસપાસના વિસ્તારોમાં ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી શાંતિપૂર્ણ રીતે ઉજવણી થઈ શકે. બાળકો અને યુવાનોમાં પણ તહેવારને લઈને ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.

બીજી તરફ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે મળનારી જનરલ બોર્ડ બેઠક પહેલા રાજકીય માહોલ ગરમાયો હતો. કોર્પોરેશનના મહત્વના પાંચ પદો માટે નામ જાહેર થવાના હોવાથી રાજકીય ગતિવિધિઓ તેજ બની હતી. આ દરમિયાન વોર્ડ નંબર 13ના ચારેય કોર્પોરેટરો તથા કાર્યકરોએ અનોખી રીતે સાયકલ રેલી યોજી હતી. વોર્ડ નંબર 13થી કોર્પોરેશન કચેરી સુધી સાયકલ સવારી કરીને તેમણે પ્રધાનમંત્રીના “ઇંધણ બચાવો” સંદેશને સમર્થન આપ્યું હતું. કાર્યકરોએ જણાવ્યું હતું કે વધતી મોંઘવારી અને પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને લોકોને વધુમાં વધુ સાયકલ અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાયકલ રેલી શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર