મહેસાણાની દૂધસાગર ડેરીએ દૂધના ફેટના ભાવમાં વધારો કર્યો છે. પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ફેટના ભાવમાં 25 રૂપિયાનો કર્યો વધારો. કિલો દૂધ ફેટ નો ભાવ 830 થી વધી ને 855 થયો. દૂધસાગર ડેરી દૂધ ઉત્પાદકોને હવે ફેટની સાથે SNFના પણ આપશે વધારાના પૈસા. દૂધ ઉત્પાદકોને ફેટના જે મળતા હતા પૈસા તે સાથે વધારાના SNF ના પણ મળશે પૈસા. ગુજરાતની તમામ ડેરીઓ દૂધ ઉત્પાદકોને ફેટ આધારે ચૂકવે છે પૈસા. દૂધ ઉત્પાદકોને ફેટ અને SNFના આધારે પૈસા આપનાર દૂધસાગર ડેરી સમગ્ર ગુજરાતમાં પહેલી ડેરી. દૂધના ભાવમાં વધારો કરવાના કારણે અને SNFના વધારે પૈસા ચૂકવવાના કારણે દૂધ ઉત્પાદકોને વાર્ષિક 100 કરોડ રૂપિયાથી પણ વધુનો થશે. ચેરમેન અશોક ચૌધરી અને નિયામક મંડળનો પશુપાલકોના હીતમાં નિર્ણય. દૂધ ઉત્પાદકોના દૂધના ફેટના ભાવોમાં કરાયો વધારો.


