બુધવાર, મે 20, 2026

ઈ-પેપર

બુધવાર, મે 20, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટકોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું વિવાદીત નિવેદન

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું વિવાદીત નિવેદન

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં યોજાયેલી એક જાહેર સભાને સંબોધતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પોતાના ભાષણ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને “ગદ્દાર” ગણાવ્યા હોવાનો આરોપ છે. તેમણે વધુમાં કહ્યું કે આરએસએસ-ભાજપ સાથે જોડાયેલા લોકો દેશ સાથે ગદ્દારી કરી રહ્યા છે અને ભાજપે દેશને વેચવાનું કામ કર્યું છે, એવું નિવેદન તેમણે રાયબરેલીની જાહેર સભામાં આપ્યું હતું.

જામનગર: શાલિગ્રામ એપાર્ટમેન્ટમાં યુવતીનો આપઘાત

જામનગરમાં આવેલા શાલિગ્રામ એપાર્ટમેન્ટમાં યુવતીના આપઘાતની ઘટના સામે આવી છે. પંચેશ્વર ટાવર પાસે આવેલા એપાર્ટમેન્ટના 9મા માળેથી ઝંપલાવી યુવતીએ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ મૃતક યુવતી CAની વિદ્યાર્થીની હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવતી અન્ય સ્થળે રહેતી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળ નજીકના CCTV ફૂટેજમાં યુવતી એપાર્ટમેન્ટમાં પ્રવેશતી નજરે પડી હોવાનું પણ સામે આવ્યું છે. પ્રાથમિક અનુમાન મુજબ યુવતીએ હતાશામાં આવી આ પગલું ભર્યું હોઈ શકે છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

ઉત્તર પ્રદેશના બાંદામાં તાપમાન 48.2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું

ઉત્તર પ્રદેશના બાંદામાં આકાશ ખૂબ જ ગરમી અનુભવી રહ્યું છે. મંગળવારે તાપમાન રેકોર્ડબ્રેક 48.2 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. શેરીઓ સુમસામ છે. રાત્રે પણ ગરમીનો અનુભવ થાય છે. આ પહેલી વાર નથી જ્યારે અહીં ગરમીનો રેકોર્ડ બન્યો હોય.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર