મંગળવાર, મે 19, 2026

ઈ-પેપર

મંગળવાર, મે 19, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટમોરબી સિવિલ હોસ્પિટલમાં મારામારીનો વીડિયો વાયરલ

મોરબી સિવિલ હોસ્પિટલમાં મારામારીનો વીડિયો વાયરલ

મોરબીની સિવિલ હોસ્પિટલમાં થયેલી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચર્ચા જાગી છે. મળતી માહિતી મુજબ ગત તારીખ 11ના રોજ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે બે પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી સર્જાઈ હતી. ઘટનામાં બંને પક્ષના લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને સારવાર માટે તેમને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ મારામારી દરમિયાન અબ્બાસ સોતા નામના યુવકનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. બનાવમાં બંને પક્ષના કુલ ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તે દરમિયાન હોસ્પિટલમાં ટોળું ઘૂસી આવ્યું હતું અને ઇજાગ્રસ્ત આસિફ દલ પર હુમલો કરી ઢોર માર માર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાએ થયેલી મારામારીના વીડિયોએ લોકોમાં ચિંતા ઉભી કરી છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

આ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેમને જેલ હવાલે કરી દીધા હોવાનું જાણવા મળ્યું છે.


ઓનલાઇન દવાના વેપારના વિરોધમાં આવતીકાલે કેમિસ્ટોનું બંધ

ઓનલાઇન દવાના વેપારના વિરોધમાં આવતીકાલે સમગ્ર ભારત સહિત રાજકોટમાં પણ કેમિસ્ટ વેપારીઓ દ્વારા એક દિવસના બંધનું એલાન આપવામાં આવ્યું છે. રાજકોટના 1250થી વધુ કેમિસ્ટ વેપારીઓ આ બંધમાં જોડાશે તેવી માહિતી સામે આવી છે.

વેપારીઓનું કહેવું છે કે ઓનલાઇન દવાના વેચાણથી નાના વેપારીઓના ધંધા પર ગંભીર અસર પડી રહી છે તેમજ ગ્રાહકોના આરોગ્ય સાથે પણ જોખમ ઊભું થઈ શકે છે. જેના વિરોધમાં આ પ્રતિકાત્મક બંધનું આયોજન કરવામાં આવ્યું છે.


પેપર લીક મુદ્દે યુથ કોંગ્રેસનો વિરોધ કાર્યક્રમ

પેપર લીકની ઘટનાઓને લઈને યુથ કોંગ્રેસ દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યકરોએ પરીક્ષાઓમાં પારદર્શિતા લાવવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી.

વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરતી પેપર લીક જેવી ઘટનાઓ સામે સરકાર કડક પગલાં ભરે તેવી માંગ સાથે યુથ કોંગ્રેસે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર