પેડક રોડ આવાસ કવાર્ટરમાં પત્ની સાથે ઝઘડો થતા પતિનો આપઘાતનો પ્રયાસ
રાજકોટ : રાજકોટ શહેર બજરંગવાડી વિસ્તારમાં રહેતા યુવાને વોકહાર્ટ હોસ્પિટલમાંથી છૂટા થયા બાદ પગાર નહીં મળ્યાના આક્ષેપ સાથે ફિનાઇલ પી લીધુ હતું. યુવકની તબિયત લથડતા સારવાર માટે ખસેડાયો હતો.
મળતી વિગત મુજબ બજરંગવાડીમાં રહેતા રેહાન રસીકભાઇ તારેશા નામનો 20 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે ફિનાઇલ પી લીધુ હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં રેહાન અગાઉ વોકહાર્ટ હોસ્પિટલમાં નોકરી કરતો હતો. નોકરીમાંથી છૂટો થયા બાદ બે મહિનાનો બાકી પગાર નહીં આપતા પગલું ભર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
બીજા બનાવમાં પેડક રોડ પર આવેલા આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા કૌશિક રઘુભાઇ સરવૈયા (ઉ.વ.30) પોતાના ઘરે હતો. ત્યારે પત્ની શિતલબેન કામ પરથી મોડી આવતા દંપતિ વચ્ચે બોલાચાલી થઇ હતી. પત્ની સાથે ઝઘડો થતા કૌશિક સરવૈયાએ ફિનાઇલ પી લીધુ હતુ. યુવકની તબિયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બંન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


