બુધવાર, મે 20, 2026

ઈ-પેપર

બુધવાર, મે 20, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતઅમદાવાદઅમદાવાદમાં ફૂડ વેન્ડર્સ માટે AMCનો કડક નિયમ: “સ્વચ્છતા રાખો, નહીં તો દુકાન...

અમદાવાદમાં ફૂડ વેન્ડર્સ માટે AMCનો કડક નિયમ: “સ્વચ્છતા રાખો, નહીં તો દુકાન બંધ કરો”.

અમદાવાદમાં ફૂડ વેન્ડર્સ માટે AMCનો કડક નિયમ: “સ્વચ્છતા રાખો, નહીં તો દુકાન બંધ કરો”
અમદાવાદ શહેરમાં હવે સ્ટ્રીટ ફૂડ અને ખાણીપીણીના વેપારીઓ માટે સ્વચ્છતા જાળવવી ફરજિયાત બની ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નવી QR કોડ સિસ્ટમ અમલમાં મુકવામાં આવી છે, જેના દ્વારા ગ્રાહકો સીધો જ પોતાના અનુભવનો પ્રતિસાદ કોર્પોરેશન સુધી પહોંચાડી શકશે. શહેરની 3,500થી વધુ ખાણીપીણીની લારીઓ અને ફૂડ સ્ટોલ પર ખાસ QR કોડ લગાવવામાં આવ્યા છે.
શું છે AMCની નવી QR કોડ સિસ્ટમ?
AMC દ્વારા શરૂ કરાયેલી આ નવી વ્યવસ્થામાં દરેક ફૂડ લારી, સ્ટોલ અને નાની દુકાનો પર QR કોડ લગાવવામાં આવશે. ગ્રાહકો મોબાઈલથી કોડ સ્કેન કરીને ખાવાની ગુણવત્તા, સ્વચ્છતા, સ્વાદ અને સેવાઓ અંગે રેટિંગ આપી શકશે. સાથે જ કોઈ ફરિયાદ કે સૂચન પણ સીધું કોર્પોરેશન સુધી પહોંચાડી શકશે.
આ રેટિંગ સિસ્ટમમાં:
5 સ્ટાર રેટિંગ એટલે શ્રેષ્ઠ ગુણવત્તા અને ઉત્તમ સ્વચ્છતા
1 સ્ટાર રેટિંગ એટલે ખૂબ જ ખરાબ અનુભવ
ગ્રાહકોને હવે ખાણીપીણી અંગે પોતાનો અવાજ ઉઠાવવા માટે સીધી વ્યવસ્થા મળી રહેશે.
ઓછું રેટિંગ મળ્યું તો AMC લેશે કડક પગલાં
AMCના આરોગ્ય વિભાગ દ્વારા દર અઠવાડિયે તમામ રેટિંગ્સ અને ફરિયાદોની સમીક્ષા કરવામાં આવશે.
જો કોઈ ફૂડ સ્ટોલ અથવા લારીનું રેટિંગ સતત 3થી ઓછું રહેશે તો પ્રથમ તબક્કે વેપારીને ચેતવણી આપવામાં આવશે. ગ્રાહકોના રિવ્યૂ પણ વેપારીઓ સાથે શેર કરાશે જેથી તેઓ પોતાની ખામીઓ સુધારી શકે.
પરંતુ જો વારંવાર નકારાત્મક પ્રતિસાદ મળશે અથવા સુધારો નહીં જોવા મળે તો AMC દ્વારા દુકાન કે લારીને સીલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.
QR કોડ નહીં લગાવનાર વેપારીઓ સામે પણ કાર્યવાહી
AMCએ સ્પષ્ટ કર્યું છે કે જે વેપારીઓ પોતાની લારી કે સ્ટોલ પર QR કોડ નહીં લગાવે, તેમના વિરુદ્ધ આરોગ્ય વિભાગ દ્વારા કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
વેપારીઓએ કર્યો નિર્ણયનો સ્વાગત
અમદાવાદના ઘણા ફૂડ વેન્ડર્સે AMCના આ નિર્ણયને આવકાર્યો છે. વેપારીઓનું માનવું છે કે સારી ગુણવત્તા અને સ્વચ્છતા જાળવનાર વેપારીઓને આ સિસ્ટમથી સીધો લાભ મળશે. સારા રેટિંગથી ગ્રાહકોનો વિશ્વાસ વધશે અને ધંધામાં પણ વધારો થશે.
સાથે જ જેમને ગ્રાહકો તરફથી નકારાત્મક પ્રતિસાદ મળશે તેમને પોતાની સેવાઓ સુધારવાની તક પણ મળશે.
હવે હોટેલ અને રેસ્ટોરન્ટ્સમાં પણ લાગુ થશે નિયમ
હાલમાં AMCએ આ સિસ્ટમ રસ્તા પરની ખાણીપીણીની લારીઓ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ માટે શરૂ કરી છે. પરંતુ આગામી સમયમાં અમદાવાદની મોટી હોટેલો અને રેસ્ટોરન્ટ્સમાં પણ QR કોડ આધારિત રેટિંગ સિસ્ટમ ફરજિયાત બનાવવાની તૈયારી ચાલી રહી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર