કલોલ નગરપાલિકામાં જયશ્રીબહેન પટેલની પ્રમુખપદે, ઉપ પ્રમુખપદે હર્ષ પટેલની સર્વાનુમતે પસંદગીગાંધીનગર જિલ્લાના કલોલ નગરપાલિકામાં જયશ્રી પટેલ બન્યા પ્રમુખ. હર્ષ પટેલ ચેરેમેન તરીકે સર્વાનુમતે પસંદગી બાદ જાહેરાત કરાઇ.
અમદાવાદના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન, દંડક, પક્ષના નેતાના નામની 26મી મેના રોજ થઈ શકે છે જાહેરાત
ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદ મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર, પક્ષના નેતા, દંડકના નામની આગામી 26મી મેના રોજ થઈ શકે છે જાહેરાત. અમદાવાદના તમામ હોદ્દેદાર નક્કી કરવામાં હજુ પણ વિલંબ. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પક્ષના નેતા, અને દંડક25 તારીખે હોદ્દેદાર અને સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બરના ફોર્મ ભરાઈ શકે છે. 26 મે ના રોજ નક્કી થઈ શકે છે મેયર નામની જાહેરાત. 26 તારીખે સામાન્ય સભામાં થશે જાહેરાત. અમદાવાદના મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કોણ બનશે તેના પર સૌની નજર.
ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસના પુષ્પાબેન રાવળ બન્યા પ્રમુખ
ડભોઇ નગરપાલિકાના નવા પ્રમુખ પદ માટે પુષ્પાબેન સતીષભાઈ રાવળની વરણી થઈ છે. ઉપપ્રમુખ પદે નૂરમહંમદ મહુડાવાલાની કરાઈ નિમણૂંક. ડભોઇ નગરપાલિકામાં કોંગ્રેસેનું બોર્ડ પ્રસ્થાપિત થયું. 35 પૈકી 21 બેઠકો સાથે કોંગ્રેસે મેળવી હતી બહુમતી. પાલિકા સભ્યો તેમજ સમર્થકોએ હોદ્દેદારોનું પુષ્પગુચ્છ અને ફુલહારથી સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા. ઉલ્લેખનીય છે કે બોર્ડ બનાવવામાં રાજકીય વિક્ષેપ ન આવે તે માટે ચૂંટાયેલા કેટલાક સભ્યોને ઘણા દિવસોથી કોંગ્રેસ પક્ષે અજ્ઞાત સ્થળે મોકલી દીધા હતા.
સુરતમાંથી દેશી હાથ બનાવટની ટ્રીગરવાળી પિસ્ટલ સાથે એક ઈસમ ઝડપાયો
સુરતના લીંબાયત પોલીસે ગેર-કાયદેસર દેશી હાથ બનાવટની ટ્રીગરવાળી પિસ્ટલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો. પોલીસે સમીરશા ઉર્ફે અગ્નીપથ રાશીદ શા ની ધરપકડ કરી. પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ તપાસ કરી. આરોપીએ લીંબાયતના ખુલ્લા મેદનમાં હથિયાર સંતાડી હતી. આરોપી સામે અગાઉ ઉધના પોલીસે સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે. ઘરે ચાલી રહેલા ઝગડામાં હથિયાર લાવ્યોં હતો પણ ગુનાને અંજામ આપે તે પહેલા પોલીસે ઝડપી પાડ્યો.


