Amit Shah આજથી ત્રણ દિવસના Gujarat પ્રવાસે આવી રહ્યા છે. તેઓ પોતાની લોકસભા બેઠક વિસ્તાર ઉપરાંત સરહદી વિસ્તારોની પણ મુલાકાત લેશે. અમિત શાહ આજે મોડી રાત્રે Ahmedabad પહોંચશે. 28 મેના રોજ તેઓ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરશે તેમજ કમલમ ખાતે પ્રદેશ અધિકારીઓ સાથે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજશે. ત્યારબાદ Bhujમાં રાત્રી રોકાણ કરીને હરામી નાળા વિસ્તારમાં BSF ચોકીનું ઉદ્ઘાટન કરશે. પ્રવાસ દરમિયાન સરહદી વિસ્તારોની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા બેઠક પણ યોજાશે, ત્યારબાદ તેઓ દિલ્હી જવા રવાના થશે.
રાજસ્થાન: રાજ્યના અનેક જિલ્લામાં વાતાવરણમાં પલટો
Rajasthanના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. Sikarના ખંડેલા વિસ્તારમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જ્યારે Jhunjhunuના નવલગઢમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. હવામાન વિભાગ દ્વારા Jaipur અને Dausaમાં આંધી સાથે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત ભરતપુર, ડીગ, કરૌલી અને ધૌલપુર જિલ્લામાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. કેટલાંક વિસ્તારોમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.