મંગળવાર, મે 26, 2026

ઈ-પેપર

મંગળવાર, મે 26, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતરાજકોટ મનપાનું સર્વર બે દિવસથી ઠપ્પ, અરજદારો પરેશાન તો તંત્ર નિષ્ક્રિય હોવાના...

રાજકોટ મનપાનું સર્વર બે દિવસથી ઠપ્પ, અરજદારો પરેશાન તો તંત્ર નિષ્ક્રિય હોવાના આક્ષેપ

રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા બે દિવસથી સર્વર ખોરવાઈ જતા અરજદારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જન્મ-મૃત્યુ દાખલા, વેરા સંબંધિત કામગીરી, લાયસન્સ અને અન્ય નાગરિક સેવાઓ માટે મનપા કચેરીએ આવતા લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. સર્વર બંધ હોવાને કારણે અનેક કામ અટવાઈ જતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

શહેરના નાગરિકોનો આક્ષેપ છે કે કરોડોના બજેટ ધરાવતી મનપા પાસે સર્વર ડાઉન થાય ત્યારે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ નથી. બે દિવસથી ટેકનિકલ ખામી યથાવત હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ ગયું હોવાનું લોકો કહી રહ્યા છે. ખાસ કરીને દૂરદૂરથી આવતા અરજદારોને ધક્કા ખાઈ પરત ફરવું પડી રહ્યું છે.

બીજી તરફ, અરજદારો પરેશાન થઈ રહ્યા હોવા છતાં કેટલાક કર્મચારીઓ અને બાબુઓ દ્વારા યોગ્ય જવાબ ન આપવામાં આવતા લોકોમાં વધુ નારાજગી ફેલાઈ છે. “સર્વર બંધ છે, પછી આવો” જેવા જવાબોથી લોકોમાં અસંતોષનો માહોલ સર્જાયો છે.

આ સમગ્ર મામલે મનપા તંત્ર સામે સવાલો ઊભા થયા છે કે ડિજિટલ સેવા અને સ્માર્ટ સિટી જેવા દાવાઓ વચ્ચે સામાન્ય નાગરિકોને મૂળભૂત સેવાઓ માટે પણ કેમ હેરાન થવું પડે છે. હાલ નાગરિકો દ્વારા તાત્કાલિક સર્વર વ્યવસ્થા સુધારવા અને વૈકલ્પિક સિસ્ટમ ઉભી કરવાની માંગ ઉઠી રહી છે.


શાપર વેરાવળ ચોકડી પાસે સીટી બસના ડ્રાઈવર-કંડકટર રસ્તા પર સુતા જોવા મળ્યા, વીડિયો વાયરલ થતા ચકચાર

રાજકોટ નજીક શાપર વેરાવળ ચોકડી વિસ્તારમાં સીટી બસના ડ્રાઈવર અને કંડકટર રસ્તા પર જ નિંદર માણતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. વાયરલ વીડિયોમાં મુસાફરોથી ભરેલી બસ ઉભી રાખી બસના કર્મચારીઓ રોડ સાઇડ આરામ કરતા જોવા મળતા લોકોમાં રોષ ફેલાયો છે.

મળતી માહિતી મુજબ, GJ 03 BZ 4559 નંબરની 80 નંબર રૂટની સીટી બસ શાપર વેરાવળથી ગોંડલ અને રાજકોટ વચ્ચે દોડે છે. વીડિયોમાં બસના ડ્રાઈવર અને કંડકટર ખુલ્લા રોડ પર સૂઈ ગયેલા જોવા મળે છે, જ્યારે અનેક મુસાફરો બસ શરૂ થવાની રાહ જોતા પરેશાન થઈ રહ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

વિડિયો વાયરલ થતાં જાહેર પરિવહન વ્યવસ્થાની કાર્યશૈલી સામે સવાલો ઊભા થયા છે. મુસાફરોનું કહેવું છે કે જો બસના કર્મચારીઓ આ રીતે બેદરકારી દાખવે તો મુસાફરોની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે. લાંબી રાહ અને અવ્યવસ્થાના કારણે મુસાફરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

હાલ સોશિયલ મીડિયામાં વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર