મંગળવાર, મે 26, 2026

ઈ-પેપર

મંગળવાર, મે 26, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતગુજરાતના ચાર ગૌરવોને પદ્મશ્રી સન્માન, કલા-સાહિત્ય અને સમાજસેવામાં દેશભરમાં વધાર્યું રાજ્યનું માન

ગુજરાતના ચાર ગૌરવોને પદ્મશ્રી સન્માન, કલા-સાહિત્ય અને સમાજસેવામાં દેશભરમાં વધાર્યું રાજ્યનું માન

દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક એવા પદ્મશ્રી પુરસ્કારથી ગુજરાતના ચાર પ્રતિભાશાળી વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવતા રાજ્યમાં ગૌરવની લાગણી ફેલાઈ છે. સંગીત, સમાજસેવા, લોકકલા અને સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર આ હસ્તીઓને રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

ગુજરાતના જાણીતા ઢોલવાદક ને લોકસંગીત ક્ષેત્રે તેમના અનન્ય યોગદાન બદલ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. માત્ર નવ વર્ષની ઉંમરે ઢોલક સાથે સંગીતની સફર શરૂ કરનાર હાજી કાસમે ડાયરા અને લોકસંગીતમાં પોતાની અનોખી છાપ ઉભી કરી છે. તેમણે દેશભરમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પોતાની કળાનો જાદુ પાથર્યો છે. સંગીત ઉપરાંત ગાયોની સેવા માટે પણ તેમણે અનેક સેવાકીય કાર્યક્રમો યોજ્યા છે. સન્માન મળતા તેમણે આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.

સુરતના સામાજિક કાર્યકર ને અંગદાન ક્ષેત્રે તેમના અવિસ્મરણીય યોગદાન બદલ પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે. તેઓ ગુજરાતમાં અંગદાન પ્રવૃત્તિના પ્રણેતા તરીકે જાણીતા છે. વર્ષ 2006માં સુરતથી કિડનીદાન દ્વારા શરૂ કરાયેલું તેમનું અભિયાન આજે વિશાળ સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. તેમની સંસ્થા “ડોનેટ લાઈફ” મારફતે અત્યાર સુધીમાં 1300થી વધુ અંગો અને ટિશ્યુઓનું સફળ દાન કરાવી અનેક લોકોને નવજીવન આપવામાં આવ્યું છે.

આ સાથે ગુજરાતના લોકસાહિત્ય અને આખ્યાન પરંપરાને જીવંત રાખનાર ને પણ પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે 3000થી વધુ આખ્યાન કાર્યક્રમો દ્વારા દેશ-વિદેશમાં ગુજરાતી લોકકળાનો પ્રચાર કર્યો છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હી સહિત અનેક સ્થળોએ તેમણે પોતાની કળા રજૂ કરી છે. પ્રેમાનંદના અનેક આખ્યાનો તેમને કંઠસ્થ છે અને આ પરંપરાને જીવંત રાખવા માટે તેમણે આજીવન કાર્ય કર્યું છે.

ગુજરાતી સાહિત્ય જગતના અગ્રણી હાસ્યલેખક ને કલા અને શિક્ષણ ક્ષેત્રે તેમના અદ્વિતીય યોગદાન બદલ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. તેમણે પોતાની લેખનયાત્રાની શરૂઆત ટૂંકી વાર્તાઓથી કરી હતી, પરંતુ હાસ્યલેખન ક્ષેત્રે તેમણે અનોખી ઓળખ બનાવી. તેમની રચનાઓએ ગુજરાતી સાહિત્યને નવી દિશા અને સમૃદ્ધિ આપી છે.

ગુજરાતના આ ચાર ગૌરવોને મળેલા પદ્મશ્રી સન્માનથી સમગ્ર રાજ્યમાં આનંદ અને ગર્વની લાગણી જોવા મળી રહી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર