મંગળવાર, મે 26, 2026

ઈ-પેપર

મંગળવાર, મે 26, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતસુરતના મહુવેજ ગામે કરુણ ઘટના, તળાવમાં ડૂબી જતા બે કિશોરના મોત

સુરતના મહુવેજ ગામે કરુણ ઘટના, તળાવમાં ડૂબી જતા બે કિશોરના મોત

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મહુવેજ ગામે દુર્ઘટનાજનક ઘટના સામે આવી છે. દાદા સાથે માછીમારી કરવા ગયેલા બે કિશોરોના તળાવમાં ડૂબી જવાથી મોત નિપજતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાએ સ્થાનિકોમાં અરેરાટી ફેલાવી દીધી હતી.

મળતી માહિતી મુજબ, બંને કિશોર પોતાના દાદા સાથે ગામ નજીક આવેલા તળાવ ખાતે માછીમારી કરવા ગયા હતા. દરમિયાન કોઈ કારણસર બંને કિશોર તળાવના ઊંડા પાણીમાં ઉતરી ગયા હતા અને પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અચાનક બંને નજરથી ઓઝલ થતા આસપાસ હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં ગામલોકો તાત્કાલિક તળાવ પાસે દોડી આવ્યા હતા અને સ્થાનિક સ્તરે શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ભારે મહેનત બાદ બંને કિશોરોના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ પરિવારજનોને થતા તેમના રોદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

બનાવ અંગે જાણ થતાં ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં અકસ્માતે ડૂબી જવાથી મોત થયાનું માનવામાં આવી રહ્યું છે. જોકે પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને કાર્યવાહી શરૂ કરી છે.

આ કરુણ ઘટનાએ મહુવેજ ગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર