બુધવાર, મે 27, 2026

ઈ-પેપર

બુધવાર, મે 27, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છસૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે NSUIનો અનોખો વિરોધ, ઝાલમુરી અને મેલોડી ચોકલેટ સાથે નોંધાવ્યો...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે NSUIનો અનોખો વિરોધ, ઝાલમુરી અને મેલોડી ચોકલેટ સાથે નોંધાવ્યો પ્રદર્શન

રાજકોટની ખાતે આજે NSUI દ્વારા અનોખા અંદાજમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો અને યુનિવર્સિટી તંત્ર સામેની નારાજગીને લઈને NSUIના કાર્યકરો ઝાલમુરી અને મેલોડી ચોકલેટ લઈને કેમ્પસમાં પહોંચ્યા હતા. વિરોધ પ્રદર્શનને કારણે યુનિવર્સિટી પરિસરમાં થોડો સમય ભારે ચકચાર મચી ગઈ હતી.

NSUIના આગેવાનોનું કહેવું હતું કે વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને અનેક વખત રજૂઆતો કરવા છતાં યુનિવર્સિટી તંત્ર તરફથી યોગ્ય જવાબ મળતો નથી. પરિણામે પ્રતિકાત્મક વિરોધ સ્વરૂપે ઝાલમુરી અને મેલોડી ચોકલેટ સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ આરોપ લગાવ્યો કે વિદ્યાર્થીઓને ગંભીર પ્રશ્નોમાં પણ માત્ર આશ્વાસન આપવામાં આવે છે અને વાસ્તવિક ઉકેલ લાવવામાં આવતો નથી.

વિદ્યાર્થી આગેવાનો દ્વારા પરીક્ષા, પરિણામ, વહીવટી પ્રક્રિયા અને અન્ય પ્રશ્નોને લઈને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પ્રદર્શન દરમિયાન સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. NSUIએ ચેતવણી આપી હતી કે જો વિદ્યાર્થીઓના પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

વિરોધ પ્રદર્શનને લઈને યુનિવર્સિટી કેમ્પસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભેગા થયા હતા. સમગ્ર મામલે યુનિવર્સિટી તંત્ર દ્વારા હજી સુધી સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ ઘટનાને લઈને વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.


રાજકોટ ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી, વ્યાજખોરી કેસમાં એક કરોડ સુધીની મિલકત ભોગ બનનારને પરત

દ્વારા નાણાં ધીરધાર અને વ્યાજખોરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટના સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે નાણાં ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપી સામે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી પાસેથી અંદાજે એક કરોડ રૂપિયાની કિંમત સુધીની વિવિધ વસ્તુઓ કબ્જે કરવામાં આવી હતી, જે હવે ભોગ બનનાર લોકોને પરત સોંપવામાં આવી છે.

આ સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્ય એસ.પી કચેરી ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. પોલીસ અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે આરોપી દ્વારા ગેરકાયદેસર રીતે વ્યાજખોરી અને નાણાં ધીરધારના વ્યવહારો કરવામાં આવતા હતા. ફરિયાદોના આધારે કાર્યવાહી કરતા પોલીસે સોના-ચાંદીના દાગીના, વાહનોના RC બુક, ચેક, મકાનના દસ્તાવેજો તેમજ રોકડ રકમ સહિતની કિંમતી વસ્તુઓ જપ્ત કરી હતી.

પોલીસે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ તમામ વસ્તુઓ ભોગ બનનાર લોકોને પરત આપી હતી. ઘણા લોકો ભય અને દબાણના કારણે આગળ આવતાં નહોતા, પરંતુ પોલીસ દ્વારા વિશ્વાસ અપાતા ફરિયાદીઓએ પોતાની રજૂઆતો કરી હોવાનું પણ જણાવાયું હતું.

જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર વ્યાજખોરી અને નાણાં ધીરધાર સામે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સામાન્ય લોકો સાથે છેતરપિંડી કરીને સંપત્તિ હડપ કરવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે લોકોને પણ અપીલ કરી હતી કે કોઈપણ પ્રકારની ગેરકાયદેસર નાણાકીય હેરાનગતિનો ભોગ બનતા હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર