સોમવાર, ડિસેમ્બર 23, 2024

ઈ-પેપર

સોમવાર, ડિસેમ્બર 23, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છજસદણના એલઆઈસી એજન્ટના ખાતામાંથી ગઠિયાએ રૂ.3.70 લાખ ઉપાડી છેતરપિંડી આચરી

જસદણના એલઆઈસી એજન્ટના ખાતામાંથી ગઠિયાએ રૂ.3.70 લાખ ઉપાડી છેતરપિંડી આચરી

બેન્કના અધિકારી તરીકેની ઓળખ આપનાર અજાણ્યા શખસ સામે ફરિયાદ : પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી

(આઝાદ સંદેશ),રાજકોટ: જસદણમાં એલસાઈસી એજન્ટ તરીકે કામ કરતા યુવકને અજાણ્યા શખસે ફોન કરી યુનિયન બેંકના અધિકારીની ઓળખ આપી ઓનલાઈન કેવાયસી કરવાના બહાને યુવકના ખાતામાંથી રૂ.3.70 લાખ ઉપાડી લઈ છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ આનંદનગર સમાત રોડ પર રહેતા વિજયભાઈ હસમુખભાઈ છાયાણીએ જસદણ પોલીસમાં પોતાની સાથે છેતરપીંડી થયાની ફરિયાદ નોંધાવી છે.જેમાં ગત.તા.3/10ના તેઓના ફોનમાં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને સામાવાળાએ પોતાની ઓળખ યુનીયન બેંકના કર્મચારી તરીકેની આપ્યા બાદ ઓનલાઈન કેવાયસી કરવાનું કહેતા તેઓએ બેંકમાં રૂબરૂ કરાવીશ તેમ વાત કરી ફોન મુકી દીધેલ હતો.બાદમાં તેઓનો ફોન હેક થઈ જતા જીઓ કેરમાં ફોન કરતાં જાણ થઈ કે તેઓનો નંબર ટેમ્પરરી બંધ કરાવેલ જેથી ફરી ચાલુ કરાવતાં ફોન-મેસેજ આવવા લાગ્યા હતા. બાદમાં બેંકની એપ્લીકેશન તપાસતા તેમાંથી રૂ.3.70 લાખ ઉપડી ગયા હોવાથી તેની સાથે ઉપરોકત નંબરના શખસે છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનોં નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર