શુક્રવાર, ઓક્ટોબર 18, 2024

ઈ-પેપર

શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતદાહોદમાં માસુમ દીકરી સાથે આચરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં રેકર્ડઝ બ્રેક 12 દિવસમાં...

દાહોદમાં માસુમ દીકરી સાથે આચરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં રેકર્ડઝ બ્રેક 12 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

કુલ 1700 પાનાનું ચાર્જશીટ તૈયાર કરવામાં આવી : 150 જેટલા સાહેદો ચેક કરવામાં આવ્યા, સમગ્ર કેસમાં સ્પેશિયલ પી.પી અમિત નાયરની નિમણુક કરવામાં આવી

(આઝાદ સંદેશ), ગાંધીનગર : દાહોદ જિલ્લામાં માસુમ દીકરી સાથે એક શાળાના આચાર્ય દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં ગુજરાત પોલીસે એફ.એસ.એલની મદદથી ગુનાને લગતા જરૂરી વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી મજબુત ચાર્જશીટ રેકર્ડઝ બ્રેક 12 દિવસમાં દાખલ કરી છે. જેમાં કુલ 1700 પાનાનું ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે અને 150 જેટલા સાહેદો ચેક કરવામાં આવ્યા છે. એટલુ જ નહિ, આ સમગ્ર કેસમાં સ્પેશિયલ પી.પી અમિત નાયરની નિમણુંક કરવામાં આવી છે તેમ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે.
મંત્રીએ કહ્યુ કે, ચાર્જશીટમાં Digital evidence, Forensic DNA analysis, Forensic Biological analysis નો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમા વિશેષ બાબત એ છે કે આ વખતે એપિથિલિયલ કોષોએ શરીરની ત્વચા અને આંતરિક ભાગોમાં આવેલા કોષો છે, જે અત્યંત નાની માત્રામાં પણ મળી શકે છે. ક્રાઇમ દરમ્યાન આવા કોષો મળી આવે ત્યારે ડીએનએ પરીક્ષણ દ્વારા શંકાસ્પદ વ્યક્તિનું ડીએનએ આ કોષો સાથે મેળ ખાતું હોય તો તે વ્યક્તિના ગુનામાં સંડોવાણી પુષ્ટિ થાય છે. આ તકનીક દ્વારા શારીરિક સંપર્કથી મળેલા સૂક્ષ્મ સબુતોનો ઉપયોગ કરીને ગુનાખોરીમાં શંકાસ્પદોની ઓળખ અને ગુનાની સાબિતી આપવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવાય છે.
મંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, Forensic psychological drone crime scene profiling and forensic statement analysis પણ આ કેસમાં કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત આ બનાવ કેવી રીતે બન્યો તે રસ્તાનો વીડીયો લેવડાવી, વીડીયો તેમજ તમામ સાહેદોના નિવેદનનો અભ્યાસ કરીને ગુનો કેવી રીતે આચરેલ છે, તેનો સાયક્લોજીકલ અભિપ્રાય છે.
તે ઉપરાંત ઋજ્ઞયિક્ષતશભ ભવયળશતિિું: બાળકીમાં ઝેરની હાજરી હતી કે નહી તેનો ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. ઋજ્ઞયિક્ષતશભ ટયવશભહય ફક્ષફહુતશત:પુરાવાનો નાશ કરવા ગાડી ધોવડાવી છે, પુરાવા નાશ કરવાનો પ્રયત્ન કર્યો છે, તેમા સફળ રહ્યા નથી, આ ટેસ્ટમા પુરવાર થયુ છે. ઋજ્ઞયિક્ષતશભ ઝજ્ઞડ્ઢશભજ્ઞહજ્ઞલુ, ઋજ્ઞયિક્ષતશભ ટજ્ઞશભય જાયભિિંજ્ઞલફિાવુ: આરોપી એ અન્ય સાહેદને ધમકાવ્યા તે ફોનમા રેકર્ડીગ થયુ છે, તેનુ પરીક્ષણ કર્યુ છે, એટલે આરોપીએ ગુનો કર્યાનો પુરાવો પણ મળ્યો છે. નોંધનીય છે કે, આવા બનાવોમાં કોઇ વ્યકિત કે સાક્ષી મળી આવતા ન હોય, ત્યારે આવા વૈજ્ઞાનિક પુરાવાઓ ઘટનાને પુરવાર કરવા માટે મહત્વના સાબિત થતા હોય છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર