શનિવાર, સપ્ટેમ્બર 21, 2024

ઈ-પેપર

શનિવાર, સપ્ટેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટસફાઇ કામદારોની ભરતીમાં માતા-પિતા, દાદા-દાદીવાળા અને પાર્ટ ટાઇમનો નિયમ રદ કરો

સફાઇ કામદારોની ભરતીમાં માતા-પિતા, દાદા-દાદીવાળા અને પાર્ટ ટાઇમનો નિયમ રદ કરો

આ નિયમથી હજારો અનુસુચિત જાતી સમાજના લોકોને અન્યાય થઇ રહ્યો છે, આ નિયમ રદ નહીં થાય તો રાજકોટ કામદાર યુનિયનની ઉગ્ર આંદોલનની ચીમકી : ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલા રાજકોટ કામદાર યુનિયનના સભ્યોએ વ્યથા વર્ણવી

(આઝાદ સંદેશ) રાજકોટ : રાજકોટ કામદાર યુનિયન દ્વારા છેલ્લા બે વર્ષથી કામદારોની ભરતી માટે તનતોડ મહેનત કરી હતી જેના પરિણામ સ્વરૂપ તા.7-3-2024ના રોજ 532 કાયમી સફાઇ કામદારોની ભરતીનો ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો જેમાં સ્ટે. કમિટીના ચેરમેન જૈમીનભાઇ ઠાકર દ્વારા રાજકોટ કામદાર યુનિયનના ભાજપના આશરે પાંચ હજાર લોકોની વચ્ચે અને તમામ કોર્પોરેટરો, ધારાસભ્યો, સાંસદો, શહેર પ્રમુખ મંત્રીઓની વચ્ચે રાજકોટ કામદાર યુનિયન દ્વારા આ ભરતી થવા જઇ રહી છે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ પાછળથી આ કાયમી સફાઇ કામદારોની ભરતીમાં ઉમક જૂથને ખુશ રાખવા માટે માતા-પિતા, દાદા-દાદીવાળો નિયમ નાંખી હજારો અનુ.જાતિના સફાઇ કામદારો સાથે અન્યાય કર્યો હતો. પરંતુ રાજકોટ શહેર ભાજપના બેનરનો દુરઉપયોગ કરી અમારી વાલ્મિકી સમાજના ગરીબ અને શોષીત લોકોના રાજીનામા મંજૂર કરવાના રૂ.બે લાખ, એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં બદલી કરવાના રૂ.50 હજાર, બોગસ મેડીકલ સર્ટી. કઢાવવાના રૂ.50 હજારથી રૂ.70 હજાર, વર્તમાન સફાઇ કામદારોની ભરતીમાં રૂ.બેથી ત્રણ લાખના વહીવટ થઇ રહ્યા છે. જેના રેર્કોડીંગ ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. સમાજમાં આવા દુષણ ફેલાવતા કાર્યકર્તાઓને ભાજપના અમુક હોદેદારો આવકારે છે. આ બાબતે પુરાવા સાથે અમારા જ દ્વારા પાર્ટીના હોદેદારોને બે વર્ષ પહેલા લેખીત પણ આપેલ હતું પરંતુ છતાં પણ હાલમાં આ બધા ભ્રષ્ટાચારો ચાલુ જ છે અને જો અમારા આ આરોપમાં એક પણ શંકા હોય તો બોગસ સર્ટી.માં હાલ જે વીજીલન્સ તપાસ ચાલુ છે તેમાં પાર્ટી દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરાવે તો ચિત્ર ખૂબ જ સ્પષ્ટ થઇ જાય છે. આ કૌભાંડમાં અમારા વાલ્મિકી સમાજના અમુક કહેવાતા ભાજપના દુરઉપયોગ કરતા આગેવાનો સંડોવાયેલા છે. પરંતુ ભાજપના અમુક હોદેદારો આ કૌભાંડ ઉપર પોલીસ ફરિયાદ દાખલ નથી કરાવતા કારણ કે, તેની જ નીચે તૈયાર થયેલા અમુક પાર્ટીના અમુક હોદેદારોની ખોટી કાર્યપધ્ધતિ કરતા લોકો સામે છે. પરંતુ એક સામાન્ય સફાઇ કામદારની ભરતીમાં દાદા-દાદી, માતા-પિતા વારસદારના નિયમને રદ કરવો, પાર્ટ ટાઇમની જગ્યાએ ફુલ ટાઇમમાં ભરતી કરવી તેની સામે છે. ભાજપના અમુક હોદેદારો આ આંદોલનને ઉગ્ર આંદોલન બનાવવા માટે છે. માતા-પિતા, દાદા-દાદી અને પાર્ટ ટાઇમના નિયમથી હજારો અનુસૂચિત જાતિ સમાજના લોકો સાથે અન્યાય થઇ રહ્યો છે. અમુક પાર્ટીના પૈસા ખાનારા કાર્યકર્તાઓને સાચવવા માટે ભાજપના વર્તમાન હોદેદારો આખી રાજકોટ અનુ.જાતિ સમાજને વિરોધમાં ઉતારી રહ્યા છે. આ બાબતે અમને રાજકોટ શહેર પ્રમુખ મુકેશભાઇ દોશી અને જૈમીનભાઇ ઠાકરને અપીલ કરીએ છીએ કે માતા-પિતા દાદા-દાદી નિયમના કારણે હજારો અનુ.જાતિના સમાજને અન્યાય થઇ રહ્યો છે. આ નિયમને રદ કરી આ આંદોલન અહીંથી જ રોકી શકો છો અન્યથા અમારે આવનારા દિવસોમાં કેસરી વેશ ધારણ કરી રાજકોટથી ગાંધીનગર અને ગાંધીનગરથી દિલ્હીના કાર્યક્રમો કરવા મજબુર થવું પડશે તેમ ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલા રાજકોટ કામદાર યુનિયનના સભ્યોએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર