ગુરુવાર, ડિસેમ્બર 12, 2024

ઈ-પેપર

ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટદામજી મેપા પ્લોટ અને કોઠારીયા સોલવન્ટમાંથી જુગાર રમી રહેલ 7 મહિલા સહિત...

દામજી મેપા પ્લોટ અને કોઠારીયા સોલવન્ટમાંથી જુગાર રમી રહેલ 7 મહિલા સહિત 9 ઝડપાયા

હુસેની ચોકમાંથી વરલી ફીચરનો જુગાર રમતો અમન સમા (ઉ.20) દબોચાયો

(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાએ દારૂ અને જુગારની બદીઓને ડામી દેવા સુચના આપી હોય જેને અનુસરીને ભક્તિનગર અને આજીડેમ પોલીસે જુગારના ત્રણ દરોડા પાડી 10 ખેલીઓની અટકાયત કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશ્ર્નરની સુચનાને અનુસરીને ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ.સરવૈયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઇ એમ.એન.વસાવાની ટીમ પેટ્રોલીંગમાં હોય ત્યારે મળેલ બાતમીના આધારે બોલબાલા મેઇન રોડ પર આવેલ દામજી મેપા પ્લોટમાં રહેલ સખીયા એન્ટરપ્રાઇઝની સામેની શેરીમાં આવેલ રહેણાંક મકાનમાં ધમધમતી મહિલાની જુગાર ક્લબ પર દરોડો પાડી જુગાર રમી રહેલ સોનલ રાઠોડ (ઉ.36), જયશ્રી કક્કડ (ઉ.50), જીજ્ઞા મકવાણા (ઉ.42), જોશના સરપદડીયા (ઉ.50), કલાવતી રાજાણી (ઉ.80) સહીતની મહિલા ઉ5રાંત અશ્ર્વિન પરમાર (ઉ.32), વિપુલ મારૂ (ઉ.34)ને રૂા.7100/-ની મતા સાથે દબોચી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજા દરોડામાં આજીડેમ પોલીસ મથકના પીઆઇ એ.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હોય ત્યારે મળેલ બાતમીના આધારે કોઠારીયા સોલવન્ટમાં આવેલ નારાયણનગર શેરી નં.4ના રહેણાંક મકાનમાં દરોડો પાડી જુગાર રમી રહેલી મુમતાઝ શેખ (ઉ.45) અને કાજલ સોલંકી (ઉ.25)ને રૂા.1240/-ની મતા સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત ત્રીજા દરોડામાં આજીડેમ પોલીસે કોઠારીયા સોલવન્ટના હુસેન ચોકમાં આવેલ બસ સ્ટેન્ડ નજીકથી વરલી ફીચરનો જુગાર રમતા અમન સમા (ઉ.20)ની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર