શુક્રવાર, નવેમ્બર 22, 2024

ઈ-પેપર

શુક્રવાર, નવેમ્બર 22, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટગ્રિનફિલ્ડ કન્સેપટ સાથે સ્માર્ટ સિટી સૌરાષ્ટ્રનું પહેલું ગિફ્ટ સિટી બનશે : આનંદ...

ગ્રિનફિલ્ડ કન્સેપટ સાથે સ્માર્ટ સિટી સૌરાષ્ટ્રનું પહેલું ગિફ્ટ સિટી બનશે : આનંદ પટેલ

દેશના 99 સ્માર્ટસિટી’ઝ ગ્રાઉન્ડ ફિલ્ડ ક્ધસેપ્ટથી બનેલા છે : એક માત્ર રાજકોટ ગ્રિનફિલ્ડ આધારિત જૂનના અંતમાં રાજકોટને રોબર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા સાથે સ્માર્ટ સિટીની અનોખી ભેંટ મળશે

(આઝાદ સંદેશ) રાજકોટ : રાજકોટમાં ન્યુ રેસકોર્સ તરીકે ઓળખાતા અટલ સરોવર કે તેની આસપાસનો વિસ્તાર માત્ર હરવા ફરવા કે મોજમજા કરવા પુરતો જ સિમિત નથી. પણ, આ 930 એકરનો વિસ્તાર સૌરાષ્ટ્રનું પ્રથમ ગિફ્ટ સિટી બનવા તરફ જઇ રહ્યો છેે. દેશભરમાં પસંદ કરાયેલા 100 સ્માર્ટસિટીમાંથી 99 ગ્રાઉન્ડફિલ્ડના ક્ધસેપ્ટ સાથે જોડાયેલા છે પણ રાજકોટ એકમાત્ર એવું સ્માર્ટસિટી છે કે જેમાં ગ્રિનફિલ્ડ એરિયા ડેપલપ કરાયો છે. અન્ય શહેરોની સામે રાજકોટની સ્માર્ટસિટી તરીકે થર્ડ ફેસમાં પસંદગી થઇ છે. હવે જૂન માસમાં સ્માર્ટીસટી અને રોબર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી તમામ કામગીરી પૂર્ણ કરી દેવાશે. ત્યારબાર રાજકોટવાસીઓને આ અનોખી સુવિધા સાથેના સ્માર્ટસિટીની ભેંટ મળશે. કમિશનર આનંદ પટેલે આઝાદ સંદેશ સાથે વાતચિત કરતાં કહ્યું હતું કે, 930 એકરનું આ સ્માર્ટસિટી ત્રણ અલગ અલગ મહત્વના પ્રોજેક્ટ પર આધારિત છે. આમાં પહેલો પ્રોજેક્ટ અટલ સરોવર પુર્ણ થઇ ગયો છે. હાલમાં રૂ. 550 કરોડના
ખર્ચે રોબર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રોજેક્ટ અને આઇટી તેમજ આઇસીસીસી સંબંધિત કાર્યો હવે પુર્ણતાના આરે છે. જૂન માસ સુધીમાં આ તમામ કામ પૂર્ણ કરી દેવામાં આવશે. આ સ્માર્ટસિટીમાં એવી રીસાયકલ વોટર, સીવેજ વોટર અને વરસાદી સ્ટ્રોમ વોટર અંડર ગ્રાઉન્ડ નીકળી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સાથોસાથ બીએસએનએલ, પીજીવીસીએલ, પાણીની પાઇપલાઇન, ઇલેકિટ્રક પોલ કે અન્ય કામગીરી માટે અંડરગ્રાઉન્ડ કેબલ ગોઠવી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવીછે. આથી કોઇપણ કામગીરી માટે વારંવાર રોડ રસ્તાનું ખોદકામ કરવાને બદલે અંડરગ્રાઉન્ડ સુવિધાથી કામગીરી કરી શકાશે. સ્માર્ટસિટીમાં ક્યાંય વાયરિંગ લટકતા જોવા નહીંમળે.. આ ઉપરાંત અહીં સ્માર્ટલાઇટ્સ પણ મુકાઇ છે જેના કારણે પાવર એનર્જીની બચત કરી શકાશે. કમિશનર આનંદ પટેલે વાતચિતમાં કહ્યું હતું કે, સ્માર્ટ લાઇટ એ અત્યાધુનિક ટેકનોલોજી છે. જેમાં એનર્જી પાવર ઓછો વપરાય છે. ભવિષ્યમાં અહીં સોલાર સિસ્ટમ ઉભી કરવાનું આયોજન પણ છે.

14 કિલોમીટરનો સાયકલ ટ્રેક : ફોરેનની ટેકનોલોજી પર બનાવાયા સ્પીડ બ્રેકર

સ્માર્ટ સિટીમાં રોબર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અલગ અલગ સુવિધાઓમાં એક સુવિધા ફોરેન ટેકનોલોજી આધારિત સ્પીડ બ્રેકર છે. આ સ્પીડ બે્રેકર એ પ્રકારના છે કે જેમાં વાહનોને નહીં રાહદારીઓને મહત્વ અપાયું છે.જો કોઇ રાહદારી રસ્તો ઓળંગતા હોય તો વાહનોની સ્પીડ તુરંત જ ઓછી થઇ જાય તેવી સુવિધા ઉભી કરાઇ છે. આ ઉપરાંત અહીં 14 કિલોમીરટનો સાયકલ ટ્રેક પણ બનાવાયો છે.

11 કિ.મી.નો બીઆરટીએસ રૂટ તૈયાર : ઇલેક્ટ્રિક બસ માટે ચાર્જિંગ સ્ટેશનની સુવિધા

કમિશનરે ઉમેર્યું કે સ્માર્ટસિટીમાં 11 કિમીનો બીઆરટીએસ રૂટ તૈયાર કરી દેવાયો છે. સાથોસાથ ઇલેક્ટ્રિક અને બસ માટે ચાર્જિંગ સ્ટેશન પણ બનાવાયું છે. બીઆરટીએસ રૂટ પર ઇલેક્ટ્રિક અને સીેએનજી બસ દોડાવાશે. આવી જ રીતેે અન્ય કામગીરી માટે પ્લગ એન્ડ પ્લેની સુવિધા છે. જે રીતે મોબાઇલ ચાર્જ કરવા માટે પ્લગનો ઉપયોગ કરીએ છીએ તેમ આ સ્માર્ટસિટીમાં પણ કોઇપણ કામગીરી માટે માત્ર પ્લગિંગ કરવાનું રહેશે.

માત્ર પર્યાવરણના હેતુ માટે 26 બગીચા: આઠ એકરમાં શહિદપાર્ક બનશે

સ્માર્ટ સિટી વિસ્તારમાં બનાવાયેલા અટલ સરોવર એ માત્ર હરવા ફરવાનું સ્થળ નથી. અહી ઘણી બધી સુવિધા સાથે સ્માર્ટસિટીની આગવી ઓળખ છે. તો રોબર્ટ ઈન્ફાસ્ટ્રક્ચર હાર્ટ ઓફ સ્માર્ટ સિટી બની રહેશે. 930 એકરમાં રોબર્ટ ઇન્ફ્રાસ્ટક્ચરની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ વિસ્તારમાં માત્ર પર્યાવરણના હેતુ માટે જ 26 બગીચા બનાવવામાં આવશે. સાથોસાથ સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રધ્ધાજંલિ આપવા બગીચાની સાથે આઠ એકરમાં શહિદપાર્ક પણ બનશે. આ વર્ષે 50 હજાર વૃક્ષો વાવવાનું આયોજન છે. આ માટે સદભાવના ટ્રસ્ટ સાથે કરાર કરાયા છે.

ગટરનું વાસવાળું અને કલરવાળું પાણી શુધ્ધ કરવા ગુજરાતમાં પ્રથમ ટ્રીટમેન્ટ પ્લાન્ટ

30 એકરમાં પથરાયેલું અટલ સરોવર જળસંચયનું કેન્દ્રબિંદુ છે. સ્માર્ટ સિટીમાં આવેલા વરસાદી પાણીના કુદરતી વહેણ જેવા વોંકળાઓને ચેનલાઇઝ કરીને અટલ સરોવરમાં જઇ શકે તેવી સુવિધા પણ ઉભી કરાઇ છે. આ ઉપરાંત ગટરનું પાણી શુધ્ધ કરવા માટે રૂ.22 કરોડના ખર્ચે આઠ એમએલડીનો ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. જે ગટરનું વાસવાળું અને કલરવાળું પાણી શુધ્ધ કરે છે. પણ તે પીવાલાયક હોતુ નથી.આથી ગુજરાતમાં પ્રથમ એવો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાયો છે કે જે વાસ અને કલર દુર કરીને આરઓ સિસ્ટમ જેવું શુધ્ધ પાણી બનાવે છે. આ પ્લાન્ટ ઓડોર ક્ધટ્રોલ સિસ્ટમ તરીકે ઓળખાય છે. ફોરેનમાં આવી પ્રક્રિયા ન્યુ વોટરના નામે પ્રચલિત છે. લ

સંબંધિત સમાચાર

તાજા સમાચાર