બુધવાર, ઓક્ટોબર 14, 2026

ઈ-પેપર

બુધવાર, ઓક્ટોબર 14, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છજામનગર જિલ્લાના કાલાવડમાં યુવતી ભગાડી ગયાનો ખાર રાખી યુવકના કાકા ઉપર આઠેક...

જામનગર જિલ્લાના કાલાવડમાં યુવતી ભગાડી ગયાનો ખાર રાખી યુવકના કાકા ઉપર આઠેક શખસોનો હુમલો

જામનગર : જામનગર જિલ્લાના કાલાવડ ગામમાં હનુમાન દાદાની દેરી પાસેના વિસ્તારમાં રહેતાં યુવક યુવતીને ભગાડી ગયાનો ખાર રાખી આઠ જેટલા શખ્સોએ યુવકના કાકા ઉપર પૂર્વ આયોજિત કાવતરું રચી છરી, ધોકા અને પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડયાના બનાવમાં પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ કાલાવડ ગામમાં કાશ્મિરપરા વિસ્તારમાં રહેતાં દિલીપ મનસુખભાઇ ગોહિલ નામનો યુવક મુસ્લિમ યુવતીને ભગાડી ગયો હતો. જે બાબતનો ખાર રાખી લતીફ ઓસમાણ સમા તથા તેના સાગરિતોએ યુવકને માર માર્યો હતો અને ત્યારબાદ લતીફ યુવકના કાકા મનોજભાઇ સાથે અવારનવાર કોઇપણ કારણસર બોલાચાલી અને ઝઘડો કરતો હતો. તેમજ આ બાબતો ખાર રાખી ગઇકાલે રાત્રિના સમયે મનોજભાઇના ઘર પાસે લતિફ ઓસમાણ સમા, મુનાફ ઉર્ફે મુસા હારૂન ઓડિયા, સુલ્તાન શેખ ફકીર અને પાંચ અજાણ્યા સહિતના આઠ શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચી ગેરકાયદેસર મંડળી બનાવી છરી અને ધોકા તથા પાઇપ જેવા પ્રાણઘાતક હથિયારો સાથે આવીને મનોજભાઇ ગોહિલ ઉપર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. હુમલો કરાતા મનોજભાઇ દોડીને ઘર તરફ ભાગવા જતાં હુમલાખોરોએ ધોકા અને પાઇપ તથા છરી વડે પાંચથી છ ઘા ઝિંકી ઇજા પહોંચાડી હતી.

હુમલાના બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીઆઇ પી. ટી. જયસ્વાલ તથા સ્ટાફે આઠ શખ્સો વિરૂદ્ધ રાયોટીંગ અને હુમલાનો ગુનો નોંધી હુમલાખોરોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર