રૂરલ એલસીબી પીઆઇ જે.પી.રાવના માર્ગદર્શન હેઠળ સ્ટાફનો દરોડો : શાપરમાં ત્રણ મહિલા સહિત પાંચ વ્યક્તિ જુગાર રમતા પકડાયા
(આઝાદ સંદેશ), રાજકોટ : ગોંડલ તાલુકાના ચોરડી ગામની સીમમાં ચાલતા જુગારધામ પર એલસીબીએ દરોડો પાડી સાત જુગારીઓને ઝડપી પાડયા છે અને કુલ રૂ.૩,૭૮,૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
એલસીબી શાખાની ટીમ પ્રોહિબિશન અને જુગારની ડ્રાઇવમાં હતી, તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે ચોરડી ગામનો વિમલ સુરેશભાઈ હદવાણી જુગારનો અખાડો ચલાવે છે. તેણે ગોંડલના રમેશભાઈ ચાવડાની ચોરડી ગામની ખડી વિસ્તારની સીમમાં આવેલી વાડી ભાગમાં વાવવા માટે રાખી હતી. આ વાડીના ગોડાઉનમાં તે બહારથી માણસો બોલાવી, તેમને તમામ સુખ-સુવિધા પૂરી પાડીને ગંજીપાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમાડતો હતો.
પોલીસે સ્થળ પર દરોડો પાડી જુગાર રમી રહેલાં ચોરડીનાં વિમલ સુરેશભાઈ હદવાણી, ગોમટાનાં હેમાંગ કાંતિભાઈ મણવર, ચોરડીનાં પ્રકાશ બાબુભાઇ હદવાણી, પાટીદડના ગોપાલ નટુભાઈ ખાચર, ગોમટાના નિતિન હરજીભાઈ હદવાણી, ચોરડીના આંબા ગોગનભાઈ માવલીયા, અને ગોમટાના જેનિશ રમેશભાઈ કાથરોટીયાને ઝડપી લઈ કાર્યવાહી કરી હતી. ઝડપાયેલા પૈકી પ્રકાશ હદવાણી અગાઉ બી’ડીવીઝન પોલીસ, નિતિનહદવાણી તથા આંબા માવલીયા સામે તાલુકા પોલીસ માં જુગાર અંગે ગુના નોંધાઈ ચુક્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા ૧,૮૮,૮૦૦, કુલ ૮ નંગ મોબાઈલ ફોન કિંમત રૂ. ૪૦,૦૦૦ અને પાંચ વાહનો કિંમત રૂ. ૧,૫૦,૦૦૦ મળીને કુલ રૂપિયા ૩,૭૮,૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
બીજા દરોડામાં શાપરમાં મેઇનરોડ પર ભકતીધામ સોસાયટી શેરી નં.૨ ખાતે જાહેરમાં કેટલાક શખસો તીનપતીનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે શાપર પોલીસે દરોડો પાડી અનીલ સોમાભાઈ પરમાર, (રહે.શાપર (વે) વ્રજવાટીકા સોસાયટી શેરી નં.૪), રવીન્દ્ર ગંધર્વસીંગ પરમાર (રહે.હાલ શાપર (વે) ભારતડેરીની પાછળ), રુપીબેન કાનજીભાઈ આજકીયા (રહે.શાપર (વે) ભકતીધામ સોસાયટી શેરી નં.૨), વનીતાબેન ભાવેશભાઈ ખાનપરા (રહે.શાપર (વે) વ્રજવાટીકા સોસાયટી શેરી નં.૧), હંસાબેન નવનીતભાઇ ફળદુ (રહે.શાપર (વે) ભકતીધામ સોસાયટી શેરી નં. ૨)ને પકડી પાડી રોકડ ૧૨,૩૯૦ની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી


