સોમવાર, મે 11, 2026

ઈ-પેપર

સોમવાર, મે 11, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતભાવનગરના પરિવારને હિમાચલ પ્રદેશમાં નડ્યો અકસ્માત

ભાવનગરના પરિવારને હિમાચલ પ્રદેશમાં નડ્યો અકસ્માત

ભાવનગરના એક પરિવારને હિમાચલ પ્રદેશ પ્રવાસ દરમિયાન ગંભીર અકસ્માત નડ્યો છે. ભાવનગરથી કુલ 9 લોકો ફરવા માટે હિમાચલ પ્રદેશ ગયા હતા, ત્યારે ચંબા નજીક કિંકરી ગામ પાસે તેમનું વાહન અકસ્માતગ્રસ્ત બની ખીણમાં ખાબક્યું હતું. આ ભયાનક અકસ્માતમાં 5 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને લઈને પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

અમદાવાદઃ સાણંદના સનાથલ ગામમાં હત્યા

Ahmedabad જિલ્લાના સાણંદ તાલુકાના સનાથલ ગામમાં નજીવી બાબતને લઈને થયેલા ઝગડામાં યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ લગ્ન પ્રસંગ દરમિયાન કાર લઈને જવા બાબતે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં દેવેન્દ્રસિંહ ઉર્ફે જીગો ભરતસિંહ ચૌહાણ પર છરીના તીક્ષ્ણ ઘા ઝીંકી તેમની નિર્દયી હત્યા કરવામાં આવી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બનાવની જાણ થતાં Changodar Police તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે આ મામલે બે આરોપીઓને રાઉન્ડ અપ કરી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.

ગીર સોમનાથ: યાત્રાધામ સોમનાથ મંદિરનો અમૃત મહોત્સવ

નરેન્દ્ર મોદી આજે ગીર સોમનાથ ખાતે યાત્રાધામ સોમનાથ મંદિરના અમૃત મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેશે. થોડા જ સમયમાં PM મોદીનું હેલીપેડ ખાતે આગમન થવાનું છે, ત્યારબાદ હેલીપેડથી હમીરજી સર્કલ સુધી ભવ્ય રોડ-શો યોજાશે. રોડ-શોમાં મોટી સંખ્યામાં લોકો PM મોદીના સ્વાગત માટે ઉમટી પડશે. ત્યારબાદ Narendra Modi સોમનાથ મંદિરમાં વિશેષ પૂજા અને અનુષ્ઠાનમાં જોડાશે. કાર્યક્રમના અંતે સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજાનારી જાહેર સભામાં PM મોદી જનતાને સંબોધન કરશે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને ભારે તૈયારીઓ જોવા મળી રહી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર