શુક્રવાર, મે 8, 2026

ઈ-પેપર

શુક્રવાર, મે 8, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટધોરાજીમાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ ખોલ્યો મોરચો, ધારાસભ્ય-નગરપાલિકા વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર

ધોરાજીમાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ ખોલ્યો મોરચો, ધારાસભ્ય-નગરપાલિકા વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર

રાજકોટના ધોરાજીમાં ભરઉનાળે પાણીનો કકળાટ જોવા મળ્યો. ધોરાજીમાં પીવાના પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાતા સ્થાનિકોમાં રોષ. ધોરાજી ના વોર્ડ નંબર 5 ની મહિલાઓએ ધારાસભ્ય અને નગર પાલિકા વિરુદ્ધ કર્યા સુત્રોચ્ચાર. વોર્ડ નંબર 5 ની મહિલાઓનો આક્ષેપ કે છેલ્લા 10 દિવસથી નગર પાલિકા દ્વારા પાણી વિતરણ નથી કરાયું. નગરપાલિકા દ્વારા પાણી વિતરણ ની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ નથી. નગરપાલિકાની ચૂંટણીના સમયે ભાજપના આગેવાનો દ્વારા 2 દિવસે પાણી વિતરણનું વચન આપવામાં આવ્યું હતું. નગરપાલિકાની ચૂંટણીના સમયે ભાજપના રાજકોટ જિલ્લા પ્રમુખે લોકોને આપેલ વચનનો વીડિયો લોકો એ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. પીવાના પાણીની સમસ્યા બાબતે ધોરાજી ના વોર્ડ નંબર 5 ની મહિલાઓ માં ભારે રોષ. રોષે ભરાયેલ મહિલાઓ એ ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા વિરુદ્ધ કર્યા સુત્રોચાર

સુરેન્દ્રનગરના થાનગઢમાં ખનીજ માફિયાઓએ ખોદેલી ગેરકાયદે ખાણોએ યુવકનો જીવ લઈ લીધો

સુરેન્દ્રનગરના થાનગઢમાં ખનીજ માફિયાઓએ ખોદેલી ગેરકાયદે ખાણોએ યુવકનો જીવ લઈ લીધો છે. સુરેન્દ્રનગરના થાનગઢમાં ગેરકાયદે ખાણમાં ડૂબી જતાં યુવકનું મોત થયું છે. ગેરકાયદે ખાણો તંત્ર દ્વારા બુરવામાં ન આવી અને યુવકનો ભોગ લઈ લીધો. ગેરકાયદે ખાણમાં યુવક પડ્યો અને ડૂબી જતાં નિપજયુ મોત. તંત્રને જાણ કરવા છતાં 6 કલાક સુધી તંત્રની ટીમો બચાવ કામગીરી માટે પણ ન આવતા રોષ વ્યાપ્યો છે. અજય રાઠોડ નામના યુવકનું ડૂબી જવાથી મોત થયું છે. 6 કલાક બાદ તપાસમાં પહોંચેલી ટીમે ખાણમાંથી મૃતદેહ બહાર કાઢ્યો. એકના એક દીકરાનું ડૂબી જવાના પગલે પરિવાર પર પણ આભ ફાટી પડ્યું.

સુરતમાં કાપડના વેપારી મહિલા સામે લપસ્યાને હનીટ્રેપમાં ફસાયા, ફોટો વાયરલ કરવાની ધમકી આપી 20 લાખ માગ્યા

સુરત શહેરના વેસુનો કાપડ વેપારી હનીટ્રેપમાં ફસાવ્યો. 20 લાખની માંગ કરી આખરે વેપારી પાસેથી 5 લાખ રૂપિયા પડાવ્યા હતા. વેપારીના ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી. સાથો સાથ રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ભોગ બનાર વેપારીએ અલથાણ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી. સુરત શહેરના હનીટ્રેપ કરતી ગેંગ ફુટી નીકળી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર