શુક્રવાર, મે 8, 2026

ઈ-પેપર

શુક્રવાર, મે 8, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતસુવેન્દુ અધિકારી બંગાળના નવા મુખ્યમંત્રી, અમિત શાહની અધ્યક્ષતામાં ધારાસભ્ય દળની બેઠકમાં સત્તાવાર...

સુવેન્દુ અધિકારી બંગાળના નવા મુખ્યમંત્રી, અમિત શાહની અધ્યક્ષતામાં ધારાસભ્ય દળની બેઠકમાં સત્તાવાર જાહેરાત, આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કારમી હારથી થાકેલી કોંગ્રેસ, હવે આવકથી વધુ સંપતિ ધરાવનારા અધિકારીઓની વિગતો એકઠી કરશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, તાલુકા અને જિલ્લા પંચાયતમાં મળેલી કારમી હાર અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે પ્રતિક્રિયા આપી છે. અમિત ચાવડાએ કહ્યું કે, કેટલાક બિલ્ડર અને સરકારી અધિકારીઓએ ભાજપના કાર્યકર અને એજન્ટની જેમ કામ કર્યું છે. અમે અમારી હારના કારણોની સમિક્ષા કરી રહ્યાં છીએ. આવકથી વધુ સંપતિ ધરાવનારા અધિકારીઓની વિગતો એકઠી કરી રહ્યાં છીએ. આવા અધિકારીઓને જાહેરમાં ખુલ્લા પાડીને અનેક મોરચે લડાઈ લડીશું. ગુજરાતમાં સત્તાવિરોધી લહેર હતી. પરંતુ ભાજપની બી ટીમ આમ આદમી પાર્ટીમાં એ મત વહેચાઈ ગયા છે. જેથી સત્તા વિરોધી મતનું પરિણામ 2027ની વિધાનસભાની ચૂંટણીમાં મળશે.

કચ્છના જખૌ નજીક શેખરણ ટાપુ પરથી ચરસના 20 બિનવારસી પેકેટ મળી આવ્યા, 15 દિવસમાં મળ્યા 150 પેકેટ

કચ્છમાંથી બિનવારસી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જખૌ નજીક શેખરણ ટાપુ પરથી ચરસના 20 બિનવારસી પેકેટ મળી આવ્યા છે. જખૌ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ટીમને પેટ્રોલિંગ દરમ્યાન ચરસના પેકેટો મળ્યા. 15 દિવસ દરમ્યાન કચ્છમાં વિવિધ સુરક્ષા એજન્સીઓને 150થી વધુ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. સતત બિનવારસુ ડ્રગ્સના પેકેટો મળવા મામલે સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. કચ્છના સરહદી વિસ્તારમાં સર્ચ ઓપરેશન વધુ તેજ કરવામાં આવ્યું છે. કચ્છનો દરિયાકાંઠો અને ક્રિક વિસ્તાર ડ્રગ્સ સ્મગલિંગ માટે સંવેદનશીલ બનતો જઈ રહ્યો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર