ગોંડલના જામવાડી GIDC વિસ્તારમાં આવેલી ‘મિસરી સ્પાઈસીસ’ નામની ફેક્ટરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ભેળસેળની શંકાના આધારે મોટી કાર્યવાહી હાથ ધરી છે. વિભાગની ટીમે દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી મસાલા, લોટ અને પામતેલ સહિતનો આશરે 79,900 કિલો શંકાસ્પદ જથ્થો સીઝ કર્યો હતો, જેની અંદાજિત કિંમત લગભગ રૂ. 1.90 કરોડ હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહીથી ગોંડલના ઔદ્યોગિક વિસ્તારમાં ફરી એકવાર ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના ધંધા અંગે ચકચાર મચી ગઈ છે.
તપાસ દરમિયાન અધિકારીઓએ ફેક્ટરીમાંથી ધાણા પાવડર, મરચું પાવડર, હળદર, ચોખા અને મકાઈનો લોટ સહિતના વિવિધ ખાદ્ય પદાર્થોનો જથ્થો કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં ફેક્ટરી પાસે જરૂરી માન્ય લાયસન્સ ન હોવાની હકીકત પણ સામે આવી છે, જેના કારણે મામલો વધુ ગંભીર બન્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સ્થળ પરથી અલગ-અલગ વસ્તુઓના નમૂનાઓ લઈને તેને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. હવે લેબ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે જપ્ત કરાયેલ જથ્થામાં ભેળસેળ હતી કે નહીં અને કયા સ્તરે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું છે કે લેબોરેટરી રિપોર્ટના આધારે સંબંધિત ફેક્ટરી સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે માત્ર બે દિવસ પહેલાં જ જામવાડી GIDCમાં આવેલી ‘સત્યમ મસાલા’ ફેક્ટરીમાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડી કાર્યવાહી કરી હતી, જેથી આ વિસ્તારમાં મસાલા અને ખાદ્ય પદાર્થોના ઉત્પાદન એકમો પર વિભાગની ખાસ નજર હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. સતત થઈ રહેલી કાર્યવાહીથી હવે જામવાડી GIDCમાં ચાલતી ખાદ્ય ફેક્ટરીઓની કાર્યપદ્ધતિ, ગુણવત્તા અને કાનૂની મંજૂરીઓ અંગે અનેક સવાલો ઊભા થયા છે.