સોમવાર, ઓગસ્ટ 24, 2026

ઈ-પેપર

સોમવાર, ઓગસ્ટ 24, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટકારખાનાની અગાશી ઉપર સફાઈકામ માટે ગયેલા 28 વર્ષના યુવકનું શંકાસ્પદ હાલતમાં બેભાન...

કારખાનાની અગાશી ઉપર સફાઈકામ માટે ગયેલા 28 વર્ષના યુવકનું શંકાસ્પદ હાલતમાં બેભાન થતાં મોત

રાજકોટ : શાપર-વેરાવળ ખાતે બનેલી એક અત્યંત દુઃખદ ઘટનામાં સફાઈ કામ માટે ગયેલા ૨૮ વર્ષીય યુવાન ધવલ ભગવાનજીભાઈ ટીમાણીયાનું કારખાનાની અગાસી પર શંકાસ્પદ સંજોગોમાં બેભાન થઈ જતાં મોત નિપજ્યું છે, જેના કારણે સમગ્ર પરિવારમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.

મૂળ અમરેલી જિલ્લાના ખજુરી ગામના વતની અને છેલ્લા આઠેક વર્ષથી શાપરના ભીમનગરમાં સ્થાયી થયેલા ધવલભાઈ છૂટક સફાઈ કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત રવિવારે તેઓ શાપર સ્થિત સર્વોદય સોસાયટીમાં આવેલા એક કારખાનાની બ્લોક થઈ ગયેલી પાઈપલાઈન ચોખી કરવા માટે ગયા હતા. સફાઈ કામ દરમિયાન જ્યારે તેઓ અગાસી પરથી સળિયા વડે પાઈપલાઈન સાફ કરી રહ્યા હતા, ત્યારે અચાનક જ બેભાન થઈને અગાસી પર ઢળી પડ્યા હતા.

​આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને સ્થળ પર બોલાવવામાં આવી હતી, પરંતુ ત્યાં હજાર તબીબે ધવલભાઈને તપાસીને મૃત જાહેર કર્યા હતા. મૃતક ધવલભાઈ બે ભાઈઓમાં મોટા હતા અને પરિવારમાં તેમના ધર્મપત્ની ઉપરાંત ચાર વર્ષની પુત્રી તથા બે વર્ષના નાના પુત્રનો સમાવેશ થાય છે. અચાનક જ પરિવારના મુખ્ય આધારસ્તંભ સમાન યુવાનનું અવસાન થતાં માસુમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

​સફાઈ કામ કરતી વખતે ધવલભાઈનું મોત અગાસી પરથી પસાર થતી વીજલાઈનમાંથી વીજકરંટ લાગવાથી થયું છે કે પછી અચાનક હાર્ટએટેક આવવાના કારણે થયુ છે, તે અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકે તે માટે પરિવારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાની માંગ કરી હતી, જેને પગલે શાપર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડ્યો છે. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને પીએમ રિપોર્ટના આધારે આગળની તપાસ ચલાવી રહી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર