ભાજપના સાંસદ મનસુખ વસાવાએ, ચૈતર વસાવા અંગે કહ્યું છે કે, તેઓ તો ભોળા છે. આમ આદમી પાર્ટી ચૈતરને મ્હોરુ બનાવે છે. હાથો બનાવીને રાજકારણ રમી રહ્યુ છે AAP. ગોપાલ ઇટાલીયા અને AAPની ટીમને મારે પુછવું છે કે સમગ્ર મામલો કોર્ટમાં હતો, કેસ ચાલુ હતો ત્યારે કેમ કોઈ સારો વકીલ ના રાખ્યો, તે વખતે કેમ ચૈતરની ચિંતા ના કરી ? 7 વર્ષની સજા થયા બાદ, હવે સમર્થનમાં આવ્યા પણ ચૈતરભાઈ બધું જાણે છે એટલે જ સરકારના વખાણ પણ તેઓ કરતા હતા. તેમના કામો થાય છે તેઓ મુખ્યમંત્રીને મળે છે. હર્ષભાઈ સંઘવીને મળે છે, તેવું પણ તેમણે મારી સમક્ષ કબૂલ્યું હતું. અમે 15 દિવસ પહેલા એક મંચ પર હતા. વાતો થઈ હતી. એ પોતાની રીતે આગળ વધી રહ્યા હતા. પણ પછી બધા AAP વાળા ખોટો સ્ટન્ટ કરી રહ્યા છે. જે તે સમયે કોર્ટમાં કેસ ચાલતો હતો ત્યારે ધ્યાન રાખવાનું હતું.
અમદાવાદ: ખાડિયામાં ફાયરિંગ કેસમાં સૌથી મોટા સમાચાર
અમદાવાદના ખાડિયા વિસ્તારમાં બે વર્ષ પહેલાં ફતાશાની પોળમાં થયેલા ફાયરિંગ અને 1.51 કરોડ રૂપિયાના દાગીનાની લૂંટના કેસનો પોલીસેભેદ ઉકેલી દીધો છે. LCB અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમે આ કેસમાં દિલ્હી એરફોર્સમાં કોર્પોરલ હેડ તરીકે ફરજ બજાવતા એક અધિકારીની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પર 25થી 30 લાખ રૂપિયાનું દેવું થઈ જતા તેણે લૂંટનો માર્ગ અપનાવ્યો હતો. આરોપીને ક્રિકેટ સટ્ટો અને દારૂના નશાની કુટેવ પણ હોવાનું સામે આવ્યું છે. આરોપીએ 16 જુલાઈ, 2024ના રોજ સોનીની દુકાનમાં ફાયરિંગ કરીને 1.51 કરોડના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. હવે પોલીસ તેની વધુ પૂછપરછ કરીને સમગ્ર કાવતરાની તપાસ કરી રહી છે.


