વડાપ્રધાન મોદીના વડોદરા આગમનને લઈને તડામાર તૈયારીઓ, ભવ્ય રોડ શોમાં ઉમટશે જનમેદની
, જ્યાં તેઓ સરદારધામ-૩નું લોકાર્પણ કરશે. વડાપ્રધાનના કાર્યક્રમને લઈને ભાજપ સંગઠન, સ્થાનિક તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા જોરશોરથી આયોજન હાથ ધરાયું છે.
સરદારધામ-૩ના લોકાર્પણ બાદ વડાપ્રધાન મોદી ગદા સર્કલથી એરપોર્ટ સુધી ભવ્ય રોડ શોમાં ભાગ લેશે. તાજેતરમાં ત્રણ રાજ્યોમાં ભાજપને મળેલા વિજયને ઉજવવા માટે આ રોડ શોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હોવાનું ભાજપ વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે. રોડ શોમાં વડોદરા શહેર ઉપરાંત આસપાસના ત્રણ જિલ્લાઓમાંથી હજારો કાર્યકરો અને સમર્થકો ઉમટે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભારે ગરમીને ધ્યાનમાં રાખીને કાર્યકરો અને જનતાને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. રોડ શો સ્થળે સાંજે સાડા પાંચ વાગ્યા પછી જ પહોંચવા માટે સૂચના આપવામાં આવી છે જેથી લોકોને ગરમીથી રાહત મળી રહે. સાથે જ રસ્તાઓ પર પાણી, મેડિકલ સહાય અને અન્ય સુવિધાઓની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી રહી છે.
રોડ શોના સમગ્ર રૂટ પર કુલ 16 સ્થળોએ અલગ અલગ થીમ આધારિત સ્વાગત ગેટ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની તૈયારી કરવામાં આવી છે. શહેરને ભાજપના ધ્વજ, બેનરો અને લાઈટિંગથી સજાવવામાં આવી રહ્યું છે. સુરક્ષા વ્યવસ્થા પણ અત્યંત કડક રાખવામાં આવી છે અને વિવિધ એજન્સીઓ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.


