આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, જ્યાં તેઓ વડોદરામાં નિર્માણ પામેલા ત્રીજા નું ભવ્ય લોકાર્પણ કરશે. સમાજમાં શિક્ષણ, સંસ્કાર અને એકતાને વધુ મજબૂત બનાવવાના હેતુથી તૈયાર કરાયેલા આ પ્રોજેક્ટને લઈને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખી શહેરમાં સુરક્ષા તેમજ સ્વાગતની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.
વડોદરાના એલ એન્ડ ટી નોલેજ સિટીની બાજુમાં આશરે 150 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા સરદારધામનું નિર્માણ આધુનિક સુવિધાઓ સાથે કરવામાં આવ્યું છે. આ ધામ વિદ્યાર્થીઓ અને યુવાનો માટે શિક્ષણ, રહેઠાણ તેમજ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનશે. સમાજના વિકાસ અને યુવાનોના સશક્તિકરણ માટે આ પ્રોજેક્ટને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
આ પ્રસંગે તેમજ પણ ઉપસ્થિત રહેશે. રાજ્ય સરકારના અનેક આગેવાનો, સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં હાજરી આપશે. વડાપ્રધાન વિવિધ વિકાસલક્ષી અને એકતાને મજબૂત બનાવતા આયોજનોનું પણ લોકાર્પણ કરશે.
કાર્યક્રમ બાદ વડાપ્રધાન હરણી ગદા સર્કલથી એરપોર્ટ સુધી ભવ્ય રોડ શોમાં ભાગ લેશે. રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાનનું સ્વાગત કરશે તેવી શક્યતા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વાગત ગેટ, સજાવટ અને સુરક્ષાની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વડાપ્રધાનના આ પ્રવાસને લઈને ભાજપ કાર્યકરો અને સમર્થકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


