PM મોદીના ગુજરાત આગમનને લઈને જામનગરમાં ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ જામનગરની સમીક્ષા કરી
Narendra Modi આવતીકાલથી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, જેને લઈને રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ગુજરાના ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ સમીક્ષા કરી છે. વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા માટે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ જામનગરની મુલાકાત લીધી. ભાજપના હોદ્દેદારોની સાથે સાથે અધિકારીઓ સાથે સમગ્ર આયોજન અને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. હર્ષ સંઘવીએ જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે મુલાકાત લઈ સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા સહિતના મુદ્દે અધિકારીઓને જરૂરી સૂચનો પણ આપ્યા. હર્ષ સંઘવીની સાથે સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, કલેકટર, મનપા કમિશનર તેમજ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા.
બર્ડ ફ્લૂનો ખતરો વધતા મહારાષ્ટ્ર પછી ગુજરાત સતર્ક! ગાંધીનગરમાં પોલટ્રી ફાર્મનો સર્વે શરૂ
Maharashtraના બારામતી વિસ્તારમાં બર્ડ ફ્લૂના કેસો સામે આવતા Gandhinagar જિલ્લામાં આરોગ્ય અને પશુપાલન વિભાગ એલર્ટ મોડ પર આવી ગયા છે. સંભવિત સંક્રમણને અટકાવવા માટે જિલ્લામાં 18 જેટલી ટીમોએ વિવિધ વિસ્તારોમાં કામગીરી શરૂ કરી છે. દહેગામ, કલોલ અને માણસા તાલુકાના ગામોમાં પોલટ્રી ફાર્મનો સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે અને મરઘાંમાં કોઈ શંકાસ્પદ લક્ષણો દેખાય તો તાત્કાલિક આરોગ્ય ટીમને જાણ કરવા સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા પોલટ્રી ફાર્મ સંચાલકોને ખાસ સાવચેતી રાખવા તેમજ સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે.


