શુક્રવાર, ઓક્ટોબર 18, 2024

ઈ-પેપર

શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટભરચકક ધર્મેન્દ્ર રોડ ઉપર ધોળે દિવસે વૃદ્ધાની નજર ચૂકવી દાગીનાની તફડંચી

ભરચકક ધર્મેન્દ્ર રોડ ઉપર ધોળે દિવસે વૃદ્ધાની નજર ચૂકવી દાગીનાની તફડંચી

કોઠારીયા રોડ ઉપર નીલકંઠ પાર્કમાં રહેતા શકીનાબેન બેલીમ (ઉ.વ.60) બાલાજી સેન્ડવીચ પાસે આવેલી દુકાનમાંથી બહાર નીકળતા જ તસ્કરણીઓએ ખેલ પાડી દીધો : એક યુવતીએ શકીનાબેનને સરનામું પૂછ્યું, બીજીએ વાત કરવાના બહાને હાથમાં બોક્સ પકડાવી ઓટલા ઉપર બેસાડ્યા અને તેના મોઢા પાસે ઓઢણું ઝાટકી બેધ્યાન કરી સોનાના દાગીના ઉતારી લીધા, ત્યાં ત્રીજીએ ‘હાલો હાલો મને બહુ ભુખ લાગી છે’ કહીં ત્રણેય ત્યાંથી રૂ.1.37 લાખના દાગીના પડાવી જતા એ-ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી : પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તસ્કરણીઓને શોધી કાઢવા દોડધામ શરૂ કરી

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ : રાજકોટ શહેરમાં ભરચકક બજાર એવી ધર્મેન્દ્ર રોડ ઉપર ખરીદી કરવા માટે કોઠારીયા રોડ ઉપરથી આવેલા વૃદ્ધાને ત્રણ તસ્કરણીઓનો ભેટો થયો છે. ત્રણ મહિલાઓએ વૃદ્ધાને એક દુકાનમાંથી બહાર નિકળતાની સાથે જ વાતોમાં ભોળવી, બોક્સ પકડાવી, ઓટલા ઉપર બેસાડી, બેધ્યાન કરી રૂ.1.37 લાખના દાગીના પડાવી લેતા ત્રણેય સામે એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, કોઠારીયા રોડ નિલકંઠ પાર્ક શેરી નં.4માં રામેશ્વર બેકરીની બાજુમાં નિગાહે કરમ ખાતે રહેતાં શકીનાબેન મહેમુદભાઇ બેલીમ (ઉ.વ.60)એ શહેરના એ-ડિવિઝન પોલીસ મથકે ત્રણ અજાણી મહિલાઓ રૂ.1.37 લાખના દાગીના પડાવી લીધાની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે હું ગુરૂવારે સવારે સાડા દસેક વાગ્યે રિક્ષામાં બેસી ખરીદી કરવા માટે ધર્મેન્દ્ર રોડ પર ગઇ હતી. ત્યાં બાલાજી સેન્ડવીચ નામની દૂકાન પાસે અગિયારેક વાગ્યે પહોંચી હતી. એ પછી નજીકમાં આવેલી મનહર સ્ટોર નામની દૂકાનેથી ખરીદી કરી હતી. ત્યાંથી બહાર નીકળી ત્યારે બે અજાણી સ્ત્રી મારી પાસે આવી હતી અને ડ્રેસવાલા ક્યાં આવે? તેમ પુછતાં મેં અહિથી થોડે આગળ જ છે તેમ કહેતાં એક સ્ત્રીએ ’તમે મારા મમ્મી જેવા જ છો તેમ કહીં વાતોમાં લગાડી દીધી હતી.
દરમિયાન બીજી મહિલાએ આ બોક્સ સાચવોને તેમ કહેતાં મેં ના પાડી હતી, આમ છતાં તેણે હાથમાં બોક્સ મુકી દીધુ હતું. એ પછી મેં તરત તેને બોક્સ આપી દીધુ હતું. આ વખતે અજાણી મહિલાએ મારા માથા મોઢા પાસે ઓઢણી ઝાટકતાં હું ભાન ભુલી ગઇ હતી. ત્યારબાદ બંને ત્યાં બેઠી હતી તે વેળાએ ત્રીજી એક સ્ત્રી આવી હતી અને ‘હાલો મને બહુ ભુખ લાગી છે’ તેમ કહેતાં બંને સ્ત્રી આ મહિલાની સાથે મળી નીકળી ગઇ હતી ત્યારબાદ અચાનક મારુ ધ્યાન મારા હાથ પર પડતાં તેમાંથી સોનાના બે પાટલા આશરે 40 ગ્રામના જેની કિમત 1 લાખ થાય છે તે તથા ગળામાં પહેરેલી સોનાની માળા 15 ગ્રામની જેની કિમત 37500 થાય છે તે જોવા મળ્યા નહોતાં. કુલ 1,37,500ના પંચાવન ગ્રામના દાગીના આ અજાણીસ્ત્રીઓ મારી સાથે વાત કરવાના બહાને ધ્યાન ભંગ કરી ઉતારી ચોરી કરી ભાગી ગયાનું જણાયું હતું. જેથી હું ચાલીને બાપુના બાવલા સુધી એ મહિલાઓને શોધતી શોધતી પહોંચી હતી. પણ ક્યાંય જોવા મળી નહોતી. બાદમાં રિક્ષા કરી કોઠારીયા રોડ સિલ્વર બેકરી પાસે મારા પતિ હોઇ ત્યાં જઇ વાત કરી હતી. એ પછી મારા દિકરા મહમદઆરીફને જાણ કરતાં તે આવી ગયા હતાં. ત્યારબાદ અમે પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર