ગુરુવાર, જાન્યુઆરી 2, 2025

ઈ-પેપર

ગુરુવાર, જાન્યુઆરી 2, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટમોટાવડાની શાળાના વિદ્યાર્થીએ કરેલા આપઘાત પ્રકરણમાં આચાર્ય અને બે શિક્ષકો સામે ગુનો...

મોટાવડાની શાળાના વિદ્યાર્થીએ કરેલા આપઘાત પ્રકરણમાં આચાર્ય અને બે શિક્ષકો સામે ગુનો નોંધાયો

ગુનો નોંધાયા બાદ ત્રણેયને અટકમાં લઇ પોલીસે પૂછપરછ શરૂ કરી : એક શિક્ષક બેભાન થઇ ગયા’તા

(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટ જિલ્લામાં લોધીકા તાલુકાની મોટાવડા હાઇસ્કૂલના ધો.11ના વિધાર્થીએ ગઇકાલે પોતાના ઘેર ગળાફાંસો ખાઇ જીવનદોરી ટુંકાવી હોવાના બનાવમાં મૃતક પાસેથી મળી આવેલી સ્યુસાઇડ નોટ અને વીડિયોના આધારે આજે મૃતકના પિતાએ શાળાના શિક્ષકોએ તું પેપર ઘરેથી કેમ લખી આવ્યો તેમ કહી ધમકી આપી પેપરમાં ચોકડા મારી તારા પર પોલીસ કેસ કરવાનો છે. તેવી ધમકી આપી મરવા માટે મજબુર કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે શાળાના આચાર્ય અને બે શિક્ષક સામે ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ લોધીકા તાલુકાના મોટાવડા ગામની માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળાના આચાર્ય સચીનભાઇ વ્યાસ, શિક્ષક મૌસમીબેેન શાહ અને વિભુતીબેન જોષી સામે નોંધાવેલી ફરિયાદમાં મૃતક વિધાર્થી ધ્રુવીલ ભરતભાઇ વરૂ (ઉ.16)ના પિતા ભરતભાઇ વરૂ (ઉ.35)એ જણાવ્યું કે, મારા પરિવારમાં મારા પત્ની જયાબેન ઉપરાંત દીકરો ધ્રુવીલ (ઉ.16) તથા પુત્રી શ્રુતિ (ઉ.13) છે જે છાપરા ગામે પ્રાથમિક શાળામાં ધો.8માં અભ્યાસ કરે છે. નાનો દીકરો સોહમ (ઉ.9) જે મારા મોટાભાઇને દત્તક આપેલ છે. મારો દીકરો ધુ્રવીલ મોટાવડા માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળામાં ધો.11માં સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતો હતો. ગત તા.19ના રોજ છમાસિક પરીક્ષાનું પેપર હોવાથી ધ્રુવીલ સવારે સ્કૂલ જવા નીકળી ગયો હતો. ત્યારબાદ મને ફોન આવતા હું ઘરે પહોંચ્યો હતો ત્યારે મારા દીકરા ધ્રુવીલે ગળાફાંસો ખાઇ લીધો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ અમોએ તેનો મોબાઇલ ચેક કરતા તેમાં વીડિયો જોવા મળ્યો હતો. જેમાં એક વીડિયોમાં તે રડતા રડતા બોલતો હતો અને તેના હાથમાં એક ચીઠ્ઠી હતી. બધા પત્ર વાંચી લેજો. મમ્મી મને માફ કરી દેજો…આજે મે આ પગલું ન ભર્યું હોત તો મને પોલીસ મને લઇ જાત, ધ્રુવીલના પેન્ટના ખીસ્સામાંથી જે ચીઠ્ઠી મળી આવી હતી. તેમાં તેણે મારો કોઇ વાંક ન હતો, પેપર મે ઘરેથી લખ્યું નથી છતાં પણ મને પોલીસની ધમકી આપીને પેપરમાં ચોકડા માર્યા. આવું પહેલીવાર નથી બન્યું તેની વિગતો સાથે મૌસમી મેડમ, સચીન સર અને વિભુતી મેેડમે આવું કર્યું તેનો ઉલ્લેખ કર્યો હતો. આ પ્રકારની વિગતો સાથે આજે મૃતક વિધાર્થી ધ્રુવીલના પિતાએ મેટોડા જીઆઇડીસી પોલીસ મથકમાં શાળાના આચાર્ય સચીનભાઇ વ્યાસ, મૌસમીબેન શાહ અને વિભુતીબેન જોષી સામે પોતાના પુત્રને મરવા માટે મજબુર કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર