નવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નોબલ શાંતિ પુરસ્કાર માટે ફરી એકવાર દાવો કર્યો છે. વ્હાઇટ હાઉસથી આપેલા નિવેદનમાં તેમણે કહ્યું છે કે, ‘મેં 8 જેટલા યુદ્ધો અને સંઘર્ષોનો ઉકેલ લાવવાનું કામ કર્યું છે, જે અત્યાર સુધી કોઈ અન્ય પ્રમુખએ નથી કર્યું. આ કોઈ બડાઈ નથી પરંતુ વાસ્તવિક હકીકત છે.’ તેમ જણાવીને તેમણે ટૂંક સમયમાં જ વધુ એક મોટી સફળતા મળવાનો સંકેત પણ આપ્યો છે.
ટ્રમ્પ અગાઉ પણ ઘણી વખત નોબલ શાંતિ પુરસ્કાર માટે દાવો કરી ચૂક્યા છે અને પોતાના ડિપ્લોમેટિક રેકોર્ડને આ પુરસ્કાર માટે લાયક ગણાવતા રહ્યા છે. જો કે, ફેક્ટ-ચેકર્સ દ્વારા તેમના આ દાવાઓને વારંવાર પડકારવામાં આવ્યા છે.


