ગુરુવાર, સપ્ટેમ્બર 10, 2026

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 10, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છમોટી પાનેલીમાં વિકૃત શખસનું ગાય સાથે અમાનવીય કૃત્ય: ગુનો નોંધી પોલીસે કરી...

મોટી પાનેલીમાં વિકૃત શખસનું ગાય સાથે અમાનવીય કૃત્ય: ગુનો નોંધી પોલીસે કરી ધરપકડ

રાજકોટ : ​ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે એક અત્યંત શરમજનક અને વિકૃત ઘટના સામે આવી છે, જેમાં એક શખ્સે ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે ગૌપ્રેમીઓ અને સ્થાનિક પશુપાલકોમાં ભારે રોષ અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. ગાંધી ચોક જેવા જાહેર વિસ્તારમાં ધોળા દિવસે આચરવામાં આવેલા આ અમાનવીય કૃત્ય અંગે પશુપાલકની ફરિયાદના આધારે ભાયાવદર પોલીસે ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​બનાવની વિગતો મુજબ, મોટી પાનેલી ગામે રહેતા ૨૪ વર્ષીય પશુપાલક મેરખીભાઈ દાસાભાઈ ચાવડા પોતાની ૧૫ ગાયો ધરાવે છે. તારીખ ૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ બપોરના આશરે ત્રણ વાગ્યાના સુમારે તેમની એક લાલ રંગની ગાય ઘરેથી નીકળી ગઈ હતી. પશુપાલક પોતાની ગાયને શોધવા માટે નીકળ્યા ત્યારે ગાંધી ચોક નજીક આવેલા બાળ સ્મશાન પાસે તેમની ગાય ઉભેલી જોવા મળી હતી.

​તે સમયે સ્થળ પર હુડકો સોસાયટીમાં રહેતો કનુ વલ્લભભાઈ ગોંડલીયા નામનો શખ્સ અર્ધજાગ્રત અને અયોગ્ય હાલતમાં ગાય પાછળ ઉભો હતો અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી રહ્યો હોવાનું જણાઈ આવ્યું હતું. પશુપાલકને જોઈને આરોપી કનુ ગોંડલીયા ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

​બનાવ બાદ પશુપાલક પોતાની ગાયને લઈને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં પ્રકાશભાઈ જેન્તીભાઈ જાદવ નામના વ્યક્તિએ તેમને કનુ ગોંડલીયા દ્વારા ગાય સાથે આચરવામાં આવેલા આ વિડીયો પુરાવા તરીકે બતાવ્યો હતો. આ ઘટનાનો વિડીયો સામે આવતાની સાથે જ પશુપાલકે તુરંત ભાયાવદર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.

​પશુપાલક મેરખીભાઈની ફરિયાદના આધારે ભાયાવદર પોલીસ મથકના પી.આઈ. બી. જાડેજા અને તેમની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી કનુ વલ્લભભાઈ ગોંડલીયા વિરુદ્ધ પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આદરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર