સ્વચ્છ પ્રમુખ પદના ઉમેદવાર પરેશ મારૂ સહિત સમરસ પેનલના તમામ ઉમેદવારોમાં અનુભવી અને સિનિયર વકિલો, તરવરિયા યુવા વકિલો તથા મહિલા ઉમેદવારને પણ પૂરતું પ્રાધાન્ય : કાલે યોજાનાર મતદાનમાં સમરસ પેનલને બહુમતીથી ચુંટી અને નવો ઈતિહાસ બનાવાનો કોલ : સમરસ પેનલના ઉમેદવારો ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે
(આઝાદ સંદેશ) રાજકોટ : રાજકોટ બાર એસો.ની ચુંટણીમાં સમરસ પેનલને પ્રચંડ બહુમતીથી જીતાડવા ચોતરફથી જંગી પ્રતિસાદ મળી રહ્યો છે. રાજકોટના વકિલોની માતૃ સંસ્થા એવી રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણી કાલે યોજાનાર છે. આ ચૂંટણીમાં રાજકોટના વકીલો તેમના પ્રતિનિધિઓને ચુંટીને મોકલવાના છે, રાજકોટના વકીલોની સંસ્થાનું સુકાન સંભાળવા માટે અનેક લોકોએ ઉમેદવારી નોંધાવી છે ત્યારે આ વખતે અનુભવી અને નવયુવાન ઉમેદવારાના સમન્વય સમી સમરસ પેનલ તરફી વકીલ મતદારોમાં જબરો જુવાળ અને સમર્થન જોવા મળી રહ્યું છે. સમરસ પેનલના સ્વચ્છ પ્રમુખ પદના ઉમેદવાર પરેશ મારૂ, ઉપપ્રમુખ સુમિત વોરા, સેક્રેટરી કેતન દવે, જોઈન્ટ સેક્રેટરી ગીરીરાજસિંહ જાડેજા, ટ્રેઝ22 પંકજ દોંગા, લાયબ્રેરી સેક્રેટરી કેતન મંડ, મહિલા અનામત રક્ષાબેન ઉપાધ્યાય તથા કારોબારી સભ્યો સંજય ડાંગર, તુષાર દવે, પ્રગતી માંકડીયા, પરેશ પાદરીયા, અશ્ર્વિન રામાણી, નિકુંજ શુકલ, મુનિષ સોનપાલ, રવિ વાઘેલા, કિશન વાલવાને બહુમતીથી ચુંટી અને નવો ઈતિહાસ બનાવાનો કોલ ચોતરફથી મળી રહ્યો છે. સમરસ પેનલના તમામ ઉમેદવારોમાં અનુભવી અને સિનિયર વકીલો, તરવરિયા યુવા વકીલો તથા મહિલા ઉમેદવારને પણ પૂરતું પ્રાધાન્ય આપીને સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે કાલે યોજાનાર મતદાન વખતે રાજકોટના વિવિધ ક્ષેત્રે વકીલાત કરતા સિનિયર, જુનિયર અને મહિલા વકીલ મતદારો દ્વારા આ વખતે ખરેખર કાર્ય કરવા સક્ષમ તેવી સમરસ પેનલના તમામ ઉમેદવારોને જીતાડવા માટે પ્રચંડ સમર્થન મળી રહ્યું છે તેમ ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલા સમરસ પેનલના ઉમેદવારોએ જણાવ્યું હતું.
બાર એસો.ની ચુટણીમાં સમરસ પેનલના ઉમેદવારોનો ટૂંકો પરિચય
પ્રમુખ-પરેશ બી. મારૂ : સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ ધારાશાસ્ત્રી તથા રાજયસભાના પુર્વ સાંસદ સ્વ.અભયભાઈ ભારદ્વાજ તથા જયદેવભાઈ શુકલ સાથે વકીલાતના વ્યવસાયનો પ્રારંભ કરનાર અને છેલ્લા 25 વર્ષનો વકીલાતનો બહોળો અનુભવ ધરાવનાર પરેશ મારુ બાર એશો.ના વિવિધ હોદા ઉપર સેવાઓ આપેલ છે. છેલ્લા 17 વર્ષ થી સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમા લોયર્સ સ્પોટર્સ ફાઉન્ડેશનના નામથી રમાતી ક્રિકેટ ટુર્નામેન્ટમા ક્ધવીન્યર તરીકે સેવાઓ આપે છે. તથા વોઈસ ઓફ લોયર્સના નેજા હેઠળ સમગ્ર વકીલના સંતાનોને સરસ્વતી સન્માન સમારોહ યોજી પ્રોત્સાહન પુરૂ પાડે છે, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળમા લીગલ એડવાઈઝર તરીકેની 19 વર્ષથી સેવાઓ આપે છે. તેમજ પોતાના મિલનસાર સ્વભાવના કારણે સમગ્ર વકીલ આલમમા સીનીયર તથા જુનીયર ધારાશાસ્ત્રીઓમા ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે, તેમજ વકીલોના પ્રશ્ર્નને સતત જાગૃત રહી તેનુ નિરાકરણ લાવવા પ્રયત્નશીલ રહેલ છે.
ઉપ પ્રમુખ-સુમીત ડી. વોરા : સીનીયર ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજ તથા જયદેવભાઈ શુકલના માર્ગદશન હેઠળ સુમિત વોરાએ વકીલાતના વ્યવસાયમા પ્રવેશ કરેલો સીવીલ, ક્રિમીનલ તથા રેવન્યુ ક્ષેત્રમા વકીલાતની શરૂઆત કરેલ. બાર એસોશીએશનમા ત્રણ વખત કારોબારી સભ્ય તથા લાઈબ્રેરી સેફેટરીના હોદાઓ ઉપર સફળતા પુર્વક કામગીરી કરી ચુકયા છે, હાલ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં કો-ઓપ્ટ મેમ્બર તરીકે સેવાઓ આપી રહ્યા છે. જિલ્લા કાનુની સેવા સત્તા મંડળમા પેનલ એડવોકેટ તરીકે સેવાઓ આપી રહ્યા છે. ખોડલધામ લીગલ સમીતીમા સક્રિય ભુમીકા નિભાવી કાનુની માર્ગદર્શન આપી રહેલ છે. સામાજીક અને રાજકીય સંસ્થાઓ સાથે સંકળાયેલ છે. સિનિયર તથા જુનીયરમા લોકચાહના ધરાવે છે.
સેક્રેટરી-કેતન પી. દવે : વર્ષ-1995 મા વકીલાતના વ્યવસાયમા પ્રવેશ કરેલ, તેઓએ 17 વર્ષ સુધી ખ્યાતનામ ધારાશાસ્ત્રી મહેશભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સફળ કેતન દવે વકીલાતના વ્યવસાયનો પ્રારંભ કર્યો હતો. કોરોનાની મહામારીમાં પણ જોઈન્ટ સેક્રેટરી તરીકે વિકટ પરીસ્થીતીમા વકીલ આલમમા ખંભે ખંભા મીલાવીને સેવાઓ આપેલ છે, તેઓ મીલનસાર અને હસમુખા સ્વભાવના કારણે સીનીયર તથા જુનીયર એડવોકેટ ભાઈ-બહેનમાં સારી એવી લોક ચાહના ધરાવે છે.
જોઈન્ટ સેક્રેટરી-ગીરીરાજસિંહ સી. જાડેજા : તેઓએ વકીલાતની શરૂઆત 1998 થી રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રી જશવંતસિંહ ભટ્ટી સાથે ગીરીરાજસિંહ જાડેજાએ 1998 થી વકીલાતના વ્યવસાયનો પ્રારંભ કર્યો હતો. રેવન્યુ તથા ફોજદારી ક્ષેત્રે વકિલાત કરી રહેલ છે. તેઓ ક્રિમીનલ બાર અને રેવન્યુ બાર એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહેલ છે, આ ઉપરાંત રાજકીય તથા સામાજીક સંસ્થાઓના વિવિધ હોદાઓ ઉપર સેવા આપેલ છે, જેઓ ખુબ જ મીલનસાર સ્વભાવના કારણે ખુબ જ મોટુ મિત્ર વર્તુળ ધરાવે છે.
ટ્રેજરર-પંકજ આર. દોંગા : સીનીયર ધારાશાસ્ત્રી કેતન સીંધવા તથા અતુલ પટેલ સાથે 16 વર્ષથી પંકજ આર. દોંગાએ વકિલાતના વ્યવસાયનો પ્રારંભ કર્યો હતો. બાદ સીનીયર ધારાશાસ્ત્રી એલ.જે. રાઠોડ સાથે ક્રિમીનલ ક્ષેત્રમા વકીલાતનો બહોળો અનુભવ મેળવેલ, લીયો લાયન્સ રાસોત્સવમાં ઉપપ્રમુખ તરીકે ફરજ નિભાવી રહેલ છે. બાર એશો. મા અગાઉ વિવિધ હોદાઓમા સેવાઓ આપી ચુકયા છે, તેમજ રાજકીય અને સામાજીક ક્ષેત્રે તેઓ બહોળી મિત્ર વર્તુળ ધરાવે છે.
લાઈબ્રેરી સેક્રેટરી-કેતન મંડ : સીનીયર ધારાશાસ્ત્રી આર. એમ. વારોતરીયા સાથે કેતન વી. મંડએ 2002 વકિલાતની શરૂઆત કરેલી, હાલ રેવન્યુ ક્ષેત્રે વકીલાત કરી રહેલ છે. રેવન્યુ બાર અને બાર એસોશીએશનમા વિવીધ હોદાઓ ઉપર સેવાઓ આપેલ છે. આ ઉપરાંત વોઈસ ઓફ લોયર્સ ગૃપમા જોઈન્ટ સેક્રેટરી તરીકેની ઉમદા કામગીરી કરી રહેલ છે. રાજકીય તથા સામાજીક સંસ્થાઓના વિવીધ હોદાઓ ઉપર સેવા આપેલ છે, જેઓ ખુબ જ મીલનસાર સ્વભાવના કારણે ખુબ જ મોટુ મિત્ર વર્તુળ ધરાવે છે.
ફકારોબારી સભ્ય-પ્રગતી માકડીયા : વર્ષ – 2018થી શરુ કરેલ, મહિલા ધારાશાસ્ત્રી તરીકે વકીલ વર્તુળમા સારી એવી લોકચાહના ધરાવે છે. તેમજ સાઈબર ક્રાઈમના ગુન્હાઓમા પીડીતોને ન્યાય અપાવવા વકીલ તરીકે સારી એવી સેવા આપી રહેલ છે. હાલમા રેવન્યુ સિવિલ તેમજ ફોજદારી ક્ષેત્રે વકીલાતનો વ્યવસાય કરી રહેલ છે તથા સામાજીક તથા રાજકી સંસ્થાઓમા વિવિધ હોદાઓ ઉપર સેવાઓ આપી રહેલ છે, જિલ્લા કાનુની સેવા મંડળમા પેનલ એડવોકેટ તરીકે સેવાઓ આપી રહયા છે. તેમજ તેમજ યુવા વયમા સીનીયર તથા જુનીયર ભાઈઓ – બહેનોમા લોકચાહના ધરાવે છે.
કારોબારી સભ્ય-પરેશ એલ. પાદરીયા : છેલ્લા 18 વર્ષથી વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલ છે. રેવન્યુ ક્ષેત્રમા અનીલભાઈ ગજેરા, મહેશભાઈ મનાણી સાહેબના માર્ગદર્શન હેઠળ બહોળો અનુભવ ધરાવે છે. તેમજ રાજકોટના મદદનીશ સરકારી વકીલશ્રી દિલીપભાઈ મહેતા સાથે સીવીલ તથા ફોજદારી પ્રેકટીસ કરેલ છે, તેમજ રાજકીય વિવીધ હોદાઓ ઉપર તેમજ સામાજીક સંસ્થાઓ સાથે વિવીધ સેવાઓ આપી રહેલ છે.
ફકારોબારી સભ્ય-કિશન બી. વાલ્વા : છેલ્લા 17 વર્ષથી વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલ છે, તેઓ સીવીલ તથા ફોજદારી ક્ષેત્રમા વકીલાતનો બહોળો અનુભવ ધરાવે છે, તેઓએ વકીલાતની શરૂઆત સીનીયર એડવોકેટ એ. બી. ઠકકર સાહેબ સાથે શરૂઆત કરેલ તેઓ વકીલ આલમ તથા જ્ઞાતિ લેવલે સંનિષ્ઠ કાર્યકર તરીકે પોતાની આગવી છાપ ધરાવે છે.
કારોબારી સભ્ય-અશ્વીનભાઈ રામાણી : છેલ્લા 22 વર્ષ થી રાજકોટ શહેરમા રેવન્યુ તથા સીવીલ ક્ષેત્રમાં વકીલાત કરી રહેલ છે. તેઓએ વકીલાતનું પ્રથમ પગથીયુ રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રી ધર્મેશ યુ. વકીલ સાહેબના માર્ગદર્શન હેઠળ કરેલ. હાલ રેવન્યુ ક્ષેત્રમા ખુબ જ મોટુ નામ ધરાવે છે તથા રાજકીય અને સામાજીક ક્ષેત્રમા વિવીધ હોદાઓ ઉપર કાર્યરત છે. રેવન્યુ ક્ષેત્રના વકીલો સાથે પારીવારીક સબંધો ધરાવે છે અને ખુબ જ મોટુ મિત્ર વર્તુળ ધરાવે છે.(5)
કારોબારી સભ્ય-રવિ એમ. વાધેલા : વકીલાતના વ્યવસાયની શરૂઆત વર્ષ – 2013મા સીનીયર ધારાશાસ્ત્રી એચ. એમ. ડાભી તથા એલ.જે. રાઠોડ સાહેબ સાથે કરેલ અને ફોજદારી ક્ષેત્રમા વકીલાતનો બહોળો અનુભવ ધરાવે છે, વોઈસ ઓફ લોયર્સ તથા લોયર્સ સ્પોર્ટસ ફાઉન્ડેશન નામની સંસ્થા સાથે તન, મન, ધનથી સક્રિય રીતે જોડાયેલ છે. તેઓ જ્ઞાતિ લેવલે અખિલ ભારતીય કોળી સમાજ સંસ્થાના લીગલ સેલના પ્રમુખ તરીકે સક્રિય ભુમીકા નિભાવી રહેલ છે. તથા કોર્ટ સંકુલમા બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે. તેમજ તાજેતરમા કેન્દ્ર સરકાર દ્વારા નોટરી પબ્લીક તરીકે પસંદગી પામેલ છે.
ફકારોબારી સભ્ય-સંજય એમ. ડાંગર : વકીલાતના વ્યવસાયની શરૂઆત વર્ષ – 2013મા સીનીયર ધારાશાસ્ત્રી અશોકભાઈ ઠકકર સાથે કરેલ અને ફોજદારી ક્ષેત્રમા વકીલાતનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ જ્ઞાતિ લેવલે આહીર લીગલ સેલ જીલ્લા ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપી રહયા છે. તેમજ અનેક ચકચારી કેસોમા વકીલ તરીકે સેવાઓ આપેલ, તેઓ સ્પોટર્સ એકટીવીટીમા સક્રિય ભુમિકા નિભાવી રહયા છે. પોતાના મૃદુ અને મિલનસાર સ્વભાવના કારણે વકીલોમાં લોકપ્રિયતા ધરાવે છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા નોટરી પબ્લીક તરીકે પસંદગી પામેલ છે.
કારોબારી સભ્ય-મુનીશ કે. સોનપાલ : વકિલાતના વ્યવસાયની શરૂઆત વર્ષ-2010થી તેઓના પીતા સીનીયર ધારાશાસ્ત્રી કિરણભાઈ સોનપાલ સાથે વકિલાતની શરૂઆત કરેલ અને હાલમા ફોજદારી અને સિવિલ ક્ષેત્રમા વકિલાતનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ લોહાણા સમાજના અગ્રણી છે તેમજ જ્ઞાતિ લેવલે વિવિધ સંસ્થાઓમાં જોડાયેલ છે તેમજ તેઓનો સમગ્ર પરીવાર વકિલાતના ક્ષેત્ર સાથે જોડાયેલ છે. તેઓ કેન્દ્ર સરકાર દ્વારા નોટરી પબ્લીક તરીકે નિમણુંક પામેલ છે અને નોટરી એસોસીએશનનુ સમર્થન મળેલ છે.
ફકારોબારી સભ્ય-તુષાર દવે : છેલ્લા 29 વર્ષથી વકિલાતના વ્યવસાયમાં કાર્યરત છે. તેઓએ વકિલાતની શરૂઆત સૌરાષ્ટ્ર-કચ્છના સુપ્રસિધ્ધ ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજ સાથે વકિલાતની શરૂઆત કરેલ અને તેઓએ સીવીલ, ફોજદારી તથા રેવન્યુ ક્ષેત્રે નામના મેળવેલ છે. તેમજ તેઓ બ્રહ્મસમાજમાં આગવી નામના ધરાવે છે. તેમજ જ્ઞાતિ લેવલે વિવિધ સંસ્થાઓમાં જોડાયેલ છે.
કારોબારી સભ્ય-અતુલ જોષી : વકિલાતના વ્યવસાયની શરૂઆત વર્ષ – 2000 થી કરેલ તેઓ છેલ્લા 24 વર્ષથી વકિલાતના ક્ષેત્રમાં કામગીરી કરી રહેલ છે તેઓએ વકિલાતની શરૂઆત જિલ્લા સરકારી વકિલ મનુભાઈ એમ. શાહ સાથે કરેલ તેઓ રેવન્યુ, ફોજદારી, સીવીલ ક્ષેત્રમાં બહોળો અનુભવ ધરાવે છે તેઓ છેલ્લા 7 વર્ષથી જીલ્લા અધીક સરકારી વકિલ તરીકે સેવા આપી રહેલ છે તેઓએ સીવીલ તથા ક્રિમીનલ કેસોમાં સરકાર તરફે સફળ ચુકાદાઓ લાવેલ છે. અને તેઓનો મળતાવડો સ્વભાવ હોય તેઓ બ્રહમસમાજમાં આગવી ઓળખ ધરાવે છે. તેમજ જ્ઞાતિ લેવલે વિવિધ સંસ્થાઓમાં જોડાયેલ છે. તેઓ કેન્દ્ર સરકાર દ્વારા નોટરી પબ્લીક તરીકે નિમણુંક પામેલ છે.