શનિવાર, એપ્રિલ 26, 2025

ઈ-પેપર

શનિવાર, એપ્રિલ 26, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeબિઝનેસશેર બજારશરૂઆતી કારોબારમાં સેન્સેક્સમાં 2 ટકાથી વધુનો ઉછાળો

શરૂઆતી કારોબારમાં સેન્સેક્સમાં 2 ટકાથી વધુનો ઉછાળો

3 દિવસના બંધ બાદ આજે બજાર ખુલ્યું અને ખુલતાની સાથે જ લગભગ 2 ટકાની તેજી જોવા મળી. સેન્સેક્સ 1573.90 પોઇન્ટના વધારા સાથે 76,732.34 ની નજીક કારોબાર કરી રહ્યો છે.

ભારતીય શેરબજાર આજે હરિયાળું છે. સેન્સેક્સના 30માંથી 28 શેર લીલા નિશાન સાથે કારોબાર કરી રહ્યા છે, જેમાં ટાટા મોટર્સના શેરમાં બંપર તેજી જોવા મળી રહી છે. મોટર્સના શેર 5.11 ટકાના વધારાની સાથે 625.45 રૂપિયા પર કારોબાર કરી રહ્યા છે. સાથે જ એલટી, એચડીએફસી અને મહિન્દ્રાના શેર પણ લીલા નિશાન સાથે જોવા મળી રહ્યા છે.

માર્કેટ કેવું હતું?

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 70 દેશો પર ટેરિફ લગાવવાના નિર્ણય બાદ શુક્રવારે સેન્સેક્સ 1.77 ટકા વધીને 75,157.26 પર બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટી 429.40 પોઇન્ટ અથવા 1.92% ના વધારા સાથે 22,828.55 પર બંધ રહ્યો હતો.

બજારમાં તેજીના કારણો

ભારતીય શેરબજારમાં છેલ્લા 5-6 મહિનાથી વેચવાલી જોવા મળી રહી છે. આ વચ્ચે બજાર ક્યારેય ઉપર રહ્યું નથી. નહીં તો લાંબા સમયથી બજાર ડાઉન છે. 2 એપ્રિલના રોજ જ્યારે ટ્રમ્પે દુનિયાભરના દેશો પર પારસ્પરિક ટેરિફ લગાવ્યા હતા, ત્યારે ભારતીય બજારમાં એક દિવસમાં 5 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. આ સાથે જ જ્યારે ટ્રમ્પે ટેરિફને રોક્યા તો માર્કેટમાં રિકવરી આવી. આ ઉપરાંત આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડાના કારણે રોકાણકારોનો વિશ્વાસ પણ બજાર પર દેખાઈ રહ્યો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર