શુક્રવાર, ઓક્ટોબર 18, 2024

ઈ-પેપર

શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeબિઝનેસલોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સમાં વધારો કરતાં શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 1000 પોઈન્ટ...

લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સમાં વધારો કરતાં શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટ્યો

નવી દિલ્હી, 23 જુલાઈ : આજે નાણામંત્રીએ કેન્દ્રીય બજેટ 2024-25 રજૂ કર્યું. આ દરમિયાન નાણાકીય અને બિન નાણાકીય એસેટ્સ પર લેવામાં આવતાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. આ ટેક્સ 12.5 ટકા કરવામાં આવતાં શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે.

આ દરમિયાન આજે સેન્સેક્સ 1000થી વધુ પોઈન્ટના ઘટાડે ટ્રેડ થઇ રહ્યો છે. જ્યારે નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું છે. એફએન્ડઓના લીધે માર્કેટમાં સટ્ટાકીય પ્રવૃત્તિઓનું પ્રમાણ વધ્યું હોવાના અહેવાલોના પગલે બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી છે. એફએન્ડઓ પર એસટીટી વધારી 0.02 અને 0.01 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

નિફ્ટી 24568.90 પર ખૂલ્યા બાદ વધી 24582.55 થયો હતો. જો કે, બાદમાં વોલેટિલિટીના કારણે 24500નું લેવલ તોડ્યું હતું. નિફ્ટી ઇન્ડેક્સ 12:32 કલાકે 346 પોઇન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઇ રહ્યો હતો. નિફ્ટી પેકમાં સામેલ 32 શેર્સ ઘટાડે અને 18 શેર્સ સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા. જો કે બપોરે 1 કલાકે બંને ઇન્ડેક્સ સુધારા તરફી ટ્રેડ થઇ રહ્યા છે. સેન્સેક્સ માઇનસ 1000 પોઇન્ટથી સુધારા તરફી આવી માઇનસ 477 પોઇન્ટના સ્તરે તથા નિફ્ટી માઇનસ 346 પોઇન્ટના સ્તરેથી થોડાક સુધારા તરફી આવી માઇનસ 121 પોઇન્ટના સ્તરે ટ્રેડ કરી રહ્યા છે

આજના ટ્રેડિંગ સેશનમાં બપોરે 12:32 કલાકે રિયાલ્ટી, પાવર, કેપિટલ ગુડ્સ, એફએમસીજી સિવાય તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ 1 ટકા સુધી ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે સ્મોલકેપ શેર્સમાં ધીમા ધોરણે ખરીદી વધતાં ઈન્ડેક્સ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે. બીએસઈ ખાતે એફએમસીજી 0.41 ટકા, કેપિટલ ગુડ્સ 0.72 ટકા, રિયાલ્ટી 0.31 ટકા, પાવર 0.60 ટકા સુધારે ટ્રેડ થઈ રહ્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર