મુકેશ અંબાણીએ બોનસ શેરની રેકોર્ડ ડેટની જાહેરાત કરી છે. કંપનીના બોનસ શેર માટે રેકોર્ડ ડેટ 28 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે. એટલે કે રોકાણકારોને દિવાળી પહેલા ગિફ્ટ મળશે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણી દિવાળી પહેલા 37 લાખ શેરધારકોને મોટી ગિફ્ટ આપવા જઈ રહ્યા છે. વાસ્તવમાં મુકેશ અંબાણીએ બોનસ શેરની રેકોર્ડ ડેટની જાહેરાત કરી છે. કંપનીના બોનસ શેર માટે રેકોર્ડ ડેટ 28 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે. એટલે કે રોકાણકારોને દિવાળી પહેલા ગિફ્ટ મળશે. રેગ્યુલેટરી ફાઇલિંગમાં આપવામાં આવેલી માહિતીમાં કંપનીએ કહ્યું કે કંપનીને બોનસ શેર આપવા માટે શેરધારકો પાસેથી મંજૂરી મળી ગઇ છે.
કંપનીએ શેરબજારમાં આપી માહિતી
શેરબજારમાં રેગ્યુલેટરી ફાઇલિંગમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જણાવ્યું હતું કે શેરધારકોએ 1:1ના રેશિયોમાં બોનસ શેર આપવાની મંજૂરી આપી છે. કંપનીએ જણાવ્યું હતું કે બોનસ શેર મેળવવાના હકદાર શેરહોલ્ડરોને નક્કી કરવા માટે સોમવાર 28 ઓક્ટોબર 2024 ના રોજ રેકોર્ડની તારીખ નક્કી કરવામાં આવી છે. 29 ઓગસ્ટ 2024ના રોજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભામાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ બોનસ શેરની જાહેરાત કરી હતી. 5 સપ્ટેમ્બર, 2025 ના રોજ, કંપનીના બોર્ડે બોનસ શેરની ગ્રાન્ટને મંજૂરી આપી હતી.
સ્ટોકની સ્થિતિ શું છે? Condition of stock
રિલાયન્સના તાજેતરના સ્ટોકની વાત કરીએ તો એચડીએફસી સિક્યોરિટીઝે આરઆઇએલ પર તેના ‘એડીડી’ રેટિંગ સાથે 3,350 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ નક્કી કરી છે. આ સાથે જ નોમુરાએ આરઆઈએલને 3450 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે અને તેને બાય રેટિંગ પણ આપ્યું છે. સીએલએસએએ 3300 રૂપિયાના લક્ષ્ય સાથે શેર પર પોતાનું ‘આઉટપરફોર્મ’ રેટિંગ જાળવી રાખ્યું છે. યુબીએસે આરઆઈએલ પર 3,250 રૂપિયાના લક્ષ્ય ભાવ સાથે ‘બાય’ રેટિંગ જાળવી રાખ્યું છે.
પરિણામો કેવા આવ્યા
હાલમાં જ કંપનીએ તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. પરિણામોએ કંપનીના એકીકૃત ચોખ્ખા નફામાં લગભગ ૫ ટકા YOY ઘટાડો દર્શાવ્યો હતો. મુખ્યત્વે ઓઇલ રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સ બિઝનેસના નબળા પ્રદર્શનને કારણે કંપનીનો નફો ઘટ્યો છે.